ધ્રાંગધ્રા બાયપાસ પરથી 14 પાડાને કતલખાને લઈ જતા બે આરોપી ઝડપાયા. - At This Time

ધ્રાંગધ્રા બાયપાસ પરથી 14 પાડાને કતલખાને લઈ જતા બે આરોપી ઝડપાયા.


ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે ઉપર અવાર નવાર વાહનોમાં ગેરકાયદે રીતે પાડા ઘેટા બકરા સહિત પ્રાણીઓને ભરીને લઈ જતી ગેંગ સક્રિય બની છે જીવદયા પ્રેમી યુવાનોને બાતમી મળતા ધ્રાંગધ્રાના અમદાવાદ બાયપાસ ઉપર વોચ ગોઠવતા કલ્પના ચોકડી પાસે શંકાસ્પદ હાલતમાં પીકઅપ નીકળતા તેનો પીછો કરી અને પીક અપને ઉભી રાખી હતી અંદર તલાસી લેતા ખીચોખીચ રીતે બાંધેલા 14 જેટલા પાડા મળ્યા હતા બે આરોપી ફારૂક છીપા અને સલમાન ઈસ્માઈલ શેઠ રહે અમદાવાદને ઝડપી પાડી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યા હતા જ્યારે કતલખાને લઇ જવાતા જીવ પાડા 14 બચાવી ધાંગધ્રા અમદાવાદ કલ્પના ચોકડી પાસે માલધારી સમાજના યુવાનો પીકઅપને પકડીઅને તાત્કાલિક જીવદયા પ્રેમી અનોપસિહ ઝાલાને જાણ કરતા પોલીસેને આરોપી સોંપીને પાડાને પાંજરાપોળમાં વ્યવસ્થા કરાઇ હતી. આ કાર્યમાં હિન્દુ ગૌ રક્ષાદળ, ધ્રાંગધ્રા જીવદયા પરિવાર, અખિલ ભારત હિન્દ ગૌ મહાસભા સહિતના જોડાયા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.