મતદાન કરતો વિડીયો ઉતારી વાયરલ કરનાર મવડીના વેપારી સામે ગુનો નોંધાયો - At This Time

મતદાન કરતો વિડીયો ઉતારી વાયરલ કરનાર મવડીના વેપારી સામે ગુનો નોંધાયો


લોકસભા ચૂંટણીનું ગઈકાલે થયેલ મતદાન વખતે કલેકટરના જાહેરનામાનો ભંગ કરી મવડી વિસ્તારમાં આવેલ મતદાન મથકમાં મતદાન કરતો વિડીયો ઉતારી વાયરલ કરનાર મવડીના વેપારી સામે એસોજીની ટીમે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ સોશિયલ મીડીયા પર સતત વોચમાં હતી ત્યારે સાયબર ક્રાઈમ પીઆઈ જે.એમ.કૈલાની રાહબરીમાં કોન્સ્ટેબલ જયવિરસિંહ ઝાલાને એક વીડીયો જોવા મળ્યો હતો. જેમાં એક યુવાને ઈવીએમનું બટન દબાવતી વખતે તેનો વીડીયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો. એટલું જ નહીં તે વીડીયોને પોતાના મિત્રોના ગૃપમાં શેર પણ કર્યો હતો.
સાયબર ક્રાઈમ પોલીસની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ વીડીયો મવડીની આંગણવાડીમાં આવેલા બુથ નં.75 નો છે. જયારે વીડીયો બનાવનારનું નામ દિશાંત મહેશભાઈ પડારીયા (ઉ.વ.24) છે. જે મવડીની રાજદિપ સોસાયટી શેરી નં.રમાં રહે છે.
જેથી તેના વિરૂધ્ધ કલેકટરના જાહેરનામાના ભંગનો ગુનો રાજકોટ તાલુકા પોલીસમાં દાખલ કર્યો હતો. નિયમ મુજબ તેને નોટીસ આપી હતી.ઉલ્લેખનીય છે કે, કલેક્ટરના જાહેરનામા અનુસંધાને મતદાન મથકોમાં મોબાઈલ લઈ જવા પર મનાઈ ફરમાવવામાં આવી હતી. જો કે આ નિયમનું અમુક મતદાન મથકોએ પાલન થયું હતું જયારે કેટલાય મતદાન મથકોએ મોબાઈલ લઈ જવા દેવામાં આવ્યા હોવાની ચર્ચાયું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.