આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ - દશ વર્ષ બાદ દિવાળીના દિવસે સૂર્યગ્રહણ " ડભોઇ નગર અને તાલુકામાં સાંજે આકાશમાં આંશિક સૂર્યગ્રહણનો નજારો જોવા મળ્યો " - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zdbcfavuo5uykzxn/" left="-10"]

આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ – દશ વર્ષ બાદ દિવાળીના દિવસે સૂર્યગ્રહણ ” ડભોઇ નગર અને તાલુકામાં સાંજે આકાશમાં આંશિક સૂર્યગ્રહણનો નજારો જોવા મળ્યો “


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

ડભોઈ નગર અને તાલુકામાં સાંજે પાંચ વાગ્યાની આસપાસ આકાશમાં આંશિક સૂર્ય ગ્રહણ હજોવા મળ્યું હતું જેના પરિણામે ખગોળશાસ્ત્રમાં ઉંડો રસ ધરાવતા લોકોમાં રોમાંચની લાગણી ફેલાઈ ગઈ હતી.
આજરોજ ૨૫ ઓક્ટોબરના દિવસે ડભોઈ નગર અને તાલુકામાં વર્ષનું છેલ્લું આંશિક સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું.આ વખતે દિવાળીએ સૂર્યગ્રહણ અને બુધ ગુરુ શુક્ર અને શનિ જેવા ગ્રહો પોતાની સ્વરાશિમાં છે. આ યોગ છેલ્લા ૧૩૦૦ વર્ષમાં ક્યારે બન્યો નથી. આ સૂર્યગ્રહણ બાદ ૮- મી નવેમ્બરે પૂર્ણ ચંદ્રગ્રહણ પણ જોવા મળવાનું છે.
આ વર્ષે દિવાળીના તહેવારોમાં સૂર્ય ગ્રહણ હોવાથી અનેક ધાર્મિક કાર્યક્રમો તારીખ ૨૫ ઓક્ટોબરના રોજ મુલતવી રાખવામાં આવ્યા છે. મંદિરોમાં પણ દર્શન બંધ રાખવામાં આવ્યા છે. સૂર્ય ગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના ૧૨ કલાક પહેલા શરૂ થઈ જાય છે, તેવી ધાર્મિક માન્યતા છે અને જ્યારે ગ્રહણ પૂર્ણ થાય ત્યારે સૂતક પણ પૂર્ણ થઈ જાય છે. ધાર્મિક પરંપરા અનુસાર આ સૂતકના સમયે પૂજા પાઠ અને ધાર્મિક વિધિ જેવા કાર્યક્રમો કરવામાં આવતા નથી, જેના કારણે મંદિરો પ્રભુ દર્શન બંધ રહે છે.
ધર્મ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ સૂર્યગ્રહણના વિવિધ કારણો છે વિજ્ઞાન અનુસાર પૃથ્વી, ચંદ્ર સાથે સૂર્યની પરિક્રમા કરે છે અને ચંદ્ર પૃથ્વીની પરિક્રમા કરે છે. જ્યારે ચંદ્ર પરિક્રમા દરમિયાન પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય અથવા આ ત્રણે ગ્રહો એક સીધી લીટીમાં આવી જાય ત્યારે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે અને જ્યાં જ્યાં ચંદ્રનો પડછાયો પડે છે એટલા ભાગમાં સૂર્ય દેખાતો નથી, આ પરિસ્થિતિને વિજ્ઞાન દ્વારા સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે.
ધર્મની દ્રષ્ટિએ ગ્રહણની કથા રાહુલ ગ્રહ સાથે જોડાયેલી છે. આ કથા રાહુ અને કેતુ સાથે જોડાયેલી છે. દેવતાઓ અને દાનવો સાથે મળીને સમુદ્ર મંથન કર્યું હતું અને ત્યારે અમૃત બહાર આવ્યું હતું. વિષ્ણુજીએ મોહિની અવતાર લઈને દેવતાઓને અમૃતપાન કરાવી રહ્યા હતા, ત્યારે એક અસુર રાહુ ગ્રહ દેવતાઓનો વેશ બનાવી દેવતાઓની વચ્ચે બેસી ગયો હતો અને તેને અમૃત પી લીધું હતું. પરંતુ આ વેશ બદલીને આવેલા રાહુને સૂર્ય અને ચંદ્ર ઓળખી ગયા હતા. સૂર્ય અને ચંદ્રએ આ વાત ભગવાન વિષ્ણુજીને જણાવી દીધી હતી. જેના પરિણામે વિષ્ણુજીએ ક્રોધિત થઈને પોતાના સુદર્શન ચક્રથી રાહુનું માથું ઘડથી અલગ કરી દીધું હતું. પરંતુ રાહુએ અમૃત ગ્રહણ કરી લીધું હતું. તેના પરિણામે તે મૃત્યુ પામ્યો નહીં પરંતુ રાહુના બે ભાગ થઈ ગયા તેમાંના એક ભાગને રાહુ અને બીજા ભાગને કેતુ કહેવામાં આવે છે. રાહુના છલ કપટની ફરિયાદ સૂર્ય અને ચંદ્રએ વિષ્ણુજીને કરી હતી આ કારણે આ બંને રાહુના દુશ્મન માનવામાં આવે છે. જેના કારણે સમયાંતરે આ બંને ગ્રહોને ગ્રસિત કરે છે આ ઘટનાને ગ્રહણ કહેવામાં આવે છે.
આજરોજ ૨૫ ઓક્ટોબરના પાંચ કલાકની આસપાસ ડભોઈ નગર અને તાલુકામાં આંશિક સૂર્યગ્રહણનો નજારો અવકાશમાં જોવા મળ્યો હતો. જેને પરિણામે ખગોળશાસ્ત્ર અને વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો બપોરના ચાર કલાકથી ટેલિસ્કોપ અને વિવિધ સાધનો લઈ સૂર્ય ગ્રહણ નિહાળવા માટે ઉંચી ઇમારતો ઉપર પહોંચી ગયા હતા. અને જ્યારે પાંચ કલાકની આસપાસ આ ગ્રહણ આંશિક રીતે અવકાશમાં જણાયું હતું ત્યારે આ ખગોળ પ્રેમીઓ રોમાંચિત થઈ ઉઠ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]