ચોટીલા ચામુંડા માતાજી મંદિર ના મહંત મનસુખગીરી ગૌસ્વામીને અયોધ્યા રામ મંદિર ની પ્રતિષ્ઠા નું આમંત્રણ મળતા રાજીપો વ્યક્ત કાર્યો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/z1r8qoroo8uzcns1/" left="-10"]

ચોટીલા ચામુંડા માતાજી મંદિર ના મહંત મનસુખગીરી ગૌસ્વામીને અયોધ્યા રામ મંદિર ની પ્રતિષ્ઠા નું આમંત્રણ મળતા રાજીપો વ્યક્ત કાર્યો.


ગુજરાતના 370 વ્યક્તિઓને રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાંથી 270 સાધુ-સંતો છે...

*હું મારી જાતને ખુબ જ ભાગ્યશાળી ગણું છું કે આ ઐતિહાસિક શુભ ક્ષણનો હું પણ ભાગીદાર થવા જઈ રહ્યો છું...*

આમંત્રિત સાધુ સંતોને નવેમ્બર માસમાં જ પોસ્ટ દ્વારા આમંત્રણ મોકલી આપવામાં આવ્યું હતું. ત્યારબાદ અન્ય આમંત્રણ પત્રિકા હિંદૂ સંગઠનો દ્વારા દરેક સંતો મહંતોને રૂબરૂ મળીને પાઠવવામાં આવ્યું છે..અયોધ્યા આમંત્રિત દરેક સંતો મહંતો તેમજ આમંત્રિત મહેમાનો ને આમંત્રણ પત્રિકામાં ચાર અંકોનો એક કોડ આપવામાં આવ્યો છે. આ કોડ થી જ તેમની ઓળખ થશે અને દરેકે આ કોડ થી જ ઓનલાઈન રજીસ્ટ્રેસન કરાવવાનું હોય છે. જેમાં દરેકે પોતાના આવવા જવાનો સમય, ટ્રેન,બસ, ગાડી કે વિમાનના આગમનનો સમય-સ્થળ વગેરે જણાવવાનું હોય છે. જેથી ત્યાં તે સમયે તેમના માટે અગાઉથી વાહન વગેરેની વ્યવસ્થા થઈ શકે. ત્યાં જે વ્યવસ્થાપકો ઉપસ્થિત રહેવાના છે તેમના નામ અને નંબર પણ આમંત્રિતોને જણાવી દેવામાં આવ્યા છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ ગયા છે તે દરેક આમંત્રિતોના ઓળખપત્રો તૈયાર કરવામાં આવશે.
દરેક આમંત્રિતોને વ્યક્તિગત કોલ કરીને તેમને આમંત્રણ પત્રિકા મળી છે કે નહીં તે પણ જાણવામાં આવી રહ્યું છે અને તેઓ કેવી રીતે અને કયા સમયે પહોંચવાના છે તેની વિગતો પણ કોલ કરીને મેળવવામાં આવી રહી છે.

જેમને આમંત્રણ મળ્યું છે તેમને એક ને જ ત્યાં પ્રવેશ આપવામાં આવશે. સાથે કોઈ અંગરક્ષક કે સેવક વગેરેને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં તેવું આમંત્રણ પત્રિકામાં જણાવવામાં આવ્યું છે...

હું માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્ર્વના દરેક હિંદૂ ભાઈ-બહેનોને કહેવા માંગુ છું કે 22-01-2024 નો શુભ દિવસ આપણા ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે... આશરે 500 વર્ષના વનવાસ પછી રામલલ્લા આ પાવન દિવસે તેમના નિજ મંદિરે પૂન: પધારશે... આ એ શુભ દિવસ હશે કે જે દિવસે ભારતના કરોડો હિંદૂઓની વર્ષોથી અધૂરી રહેલી મનોકામના પૂર્ણ થશે...વર્ષો જૂની મનોકામના જ્યારે પૂર્ણ થતી હોય અને વર્ષો જૂનું સ્વપ્ન જ્યારે સાકાર થતું હોય ત્યારે એ દિવસ આપણા માટે ખુબ જ આનંદમય અને યાદગાર બની રહે છે...આપણે ખરેખર ખુબ જ ભાગ્યશાળી છીએ કે આપણે આ ઐતિહાસિક શુભ ઘડીના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. આ પાવન દિવસ આગામી હજારો વર્ષો સુધી યાદગાર બની રહે તેવી રીતે આપણે સૌએ સાથે મળીને ઉજવવનો છે...
વ્યવસ્થાના ભાગરૂપે અયોધ્યા માત્ર આમંત્રિતો જ જઈ સકશે. તો આ શુભ દિવસે દરેક હિન્દૂઓને મારી નમ્ર વિનંતિ છે કે આપણે પોત-પોતાના ઘર પર જ અથવા નજીકના મંદિરમાં જઈને દિપપ્રાગટ્ય કરીને શ્રી રામ ભગવાન ની ભજન-ભક્તિ કરીશું અને *આ શુભ દિવસે આપણે સૌ સાથે મળીને આખા ભારતને જ અયોધ્યા બનાવી દઈશું....*

*જય શ્રી રામ...*
*જય માતાજી...*

મનસુખગિરિ ગોસ્વામી.
*શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ. ચોટીલા.*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]