હળવદના રાતાભેર ગામેથી સગીરાને ભગાડી જનાર આરોપીને પકડી પાડતી હળવદ પોલીસ - At This Time

હળવદના રાતાભેર ગામેથી સગીરાને ભગાડી જનાર આરોપીને પકડી પાડતી હળવદ પોલીસ


હળવદ તાલુકાના રાતાભેર ગામે ખેત શ્રમિક પરિવારની સગીર વયની દીકરીને ભગાડી જનાર આરોપીને હળવદ પોલીસ દ્વારા ગીરસોમનાથ જીલ્લાના હડમતીયા ગામની સીમમાંથી ઝડપી લઇ હસ્તગત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર ગત તા.૦૫ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ખેત શ્રમિક પરિવારની સગીર વયની દિકરીને આરોપી જીતુ ઉર્ફે જીતેશભાઈ વરશીંગભાઈ કેરવાડીયા લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી લઈ જઈ ગુન્હો આચરેલ હોય જે અંગે હળવદ પોલીસ મથકમાં કલમ-૩૬૩,૩૬૬ મુજબનો ગુન્હો રજી. કરવામા આવેલ હતો.

ઉપરોક્ત સગીરાને ભગાડી જનાર આરોપીને પકડી પાડવા હાંકવાદ પીઆઈ આર.ટી.વ્યાસની સુચનાથી ખાનગી હકીકત તેમજ ટેકનીકલ સોર્સ મારફતે ઉપરોક્ત આરોપી જીતુભાઈ ઉર્ફે જીતેશભાઈ વરસીંગભાઈ કેરવાડીયા ઉવ.૨૩ રહે.રાતાભેર તા.હળવદ જી.મોરબીને હળવદ પોલીસ ટીમે ગીર સોમનાથ જીલ્લાના તાલાલા ખાતે હળમતીયા ગામની સીમમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. હાલ આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.