દેશની બેરોજગાર પબ્લિક ને મફત અનાજનહીં રોજગારી જોઇએ છીએ - At This Time

દેશની બેરોજગાર પબ્લિક ને મફત અનાજનહીં રોજગારી જોઇએ છીએ


પ્રજાને મફત અનાજ નહીં રોજગારી જોઈએ છે
સત્તાપક્ષની ચૂંટણી પ્રચારમાં એવું કહેવાય છે કે ગરીબોની સરકાર કે જે ૮૦ કરોડ ચૂલે મફત અનાજ પહોચાડે છે.તો શું દસ વષૅ થી શાસિત પાર્ટીએ ગરીબોને મફત અનાજ આપવાના વચનથી ફરીથી રોજગારી લક્ષી કાર્યો ન કરવાના સોગંધ લીધા છે.કમરતોડ ભાવવધારો ,ખોટા તાયફાઓ સમજ્યા વગરના નિર્ણયો સાથે દેશની વસ્તીના ૪૦ ટકાથી વધારે એટલે ૮૦ કરોડ જનતાને મધ્યમ વગૅની હત્યા કરી ગરીબ વગૅ બનાવી દીધા છે.સ્વમાન સાથે મહેનત કરી રોટલો ખાવાની માનસિકતાને મફત આપી આળસૂ પ્રકૃતિના બનાવી દીધા છે.
દેશમાં એકસો પિસ્તાલીસ કરોડ ની વસ્તી માં 80 કરોડ લોકો ને સરકાર રેશનિંગ કાર્ડ ઉપર મફત અનાજ આપેછે અને હજી 5 વર્ષઅનાજ આપવાનું મફત આપવાનું સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવીછે તો શુ હજી આવનારા 5 વર્ષ સરકાર 80કરોડ લોકોને ગરીબ રાખવા માંગેછે આમ નાગરિક નું જીવન ધોરણ ઉંચુ નહીં આવે.જયા જુઓ ત્યાં બેરોજગારી કિસ્સામાં આત્મહત્યા અને ગેરકાનૂની પ્રવૃતિઓને પ્રોત્સાહન મળે છે.સામાન્ય ત્રણ હજાર જેટલી ભરતી માટે ૧૦ લાખ ફોર્મ ભરાય છે.આ બતાવે છે દસ વર્ષમાં વિકાસને બદલે વિનાશ સર્જ્યો છે.સ્વમાનભેર જીવન માટે હર હાથ કોઈ કામની નીતિ સાથે રોજગારીની ગેરન્ટી આપો.બાકી સરકાર આ દેશની પ્રજાને મફત અનાજ આપી માયકાંગલી બનાવવાના ષડયંત્રો શા માટે કરે છે.સતાપિપાસુઓ પોતાના અસ્તિત્વ રાખવા માટે પ્રજાને મહેનતલક્ષી ઇજ્જતનો રોટલો ખાવાની પ્રેરણાને બદલે મફત આપી યુવાધન ને ખતમ કરી નાખવાના દુષ્કર્મ કરી રહી છે.જરૂર હોય અને નિર્બળ લોકો માટે મફત અનાજ જરૂરી છે પણ સરકાર કામ આપે બાકી ધણી વસ્તુઓસરકાર તરફથી મફત આપીને આ દેશને બરબાદી તરફ જતા કોઈ નહીં રોકી શકે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.