મોદીની ગેરન્ટી સામે કોંગ્રેસ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિલોકોના મતનો સોદો કરીને પક્ષ પલટો નહીં કરે એની કોણ ગેરન્ટી આપશે - At This Time

મોદીની ગેરન્ટી સામે કોંગ્રેસ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિલોકોના મતનો સોદો કરીને પક્ષ પલટો નહીં કરે એની કોણ ગેરન્ટી આપશે


મોદીની ગેરન્ટી સામે કોંગ્રેસ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની કોણ ગેરન્ટી આપશેભારતના લોકતંત્રની ચિંથરેહાલ ત્યારે જ જોવા મળી છે જ્યારે લોકોએ ચૂંટેલા પ્રતિનીધીઓ પૈસા કે અન્ય લોભામણી ઓફર સાથે પક્ષ પલટો કરી પ્રજાના વિશ્વાસને તોડી નાખે છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષ તરીકે ઉભા રહેવાની જગ્યાએ પોતાના ગોત્રથી અલગ થઈ ને સતાધારી પક્ષના ખોળામાં બેસી લાડ કરતા જનપ્રતિનિધિઓ ને જે પક્ષ સામે લડ્યા હતા તેના નામની માળા જપે છે તો આવા કોંગ્રેસના ઉમેદવાર જો જીતશે પછી તેની ગેરંટી કોણ લેશે કે તે પક્ષપલ્ટુ નહીં બને.
ને કોંગ્રેસ પાંચ ન્યાયની વાત કરે છે જેમાં યુવા ન્યાય ની વાત કરીએ તો ગુજરાત ના યુવાને કોંગ્રેસની સરકાર જ જોઈ નથી તો કેમ વિશ્વાસ કરે ક્યારેય યુવાનોની વાતો ધ્યાનમાં નથી લેવાઈ. પેપરો ફૂટતા હોય પરીક્ષામાં કરોડોના કૌભાંડોમાં હોય નોકરી માટે લાખો યુવાનો આવાજ ઉઠાવે કોંગ્રેસને ત્યારેયુવા યાદ નથી આવતા.
મહિલા ન્યાયમા ક્યારેય મહિલાઓની સુરક્ષા અને સલામતી કોઈપણ મુદે લડત નથી ચલાવી તો શું ચૂંટણી વખતે જ યાદ આવ્યું.ખેડુતો માટે લડત નથી ચલાવી કે શ્રમજીવીઓ માટે ન્યાયની વાતને બદલે તેના તરફથી મોં ફેરવિ લીધું છે અને ચૂંટણી માટે વોટ માંગવા નીકળેલ છે.
ન્યાય અને ગેરન્ટી શબ્દો બોલવામાં સારા લાગે છે પણ ચૂંટાયેલા સભ્યોની ગેરન્ટી માટેની કોણ ગેરંટી લેશે એ પણ વિચારવું પડે એમ છે.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.