રાજ્યપાલે કરેલી ટકોર બાદ યુનિવર્સિટીમાં 100 વૃક્ષ વવાયા - At This Time

રાજ્યપાલે કરેલી ટકોર બાદ યુનિવર્સિટીમાં 100 વૃક્ષ વવાયા


VCએ ઊંડો ખાડો ખોદયો, યુનિ.માં પણ ઊંડાણથી કામ કરવાની જરૂર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યપાલના સૂચનને પગલે બુધવારે કેમ્પસ અને જુદા જુદા ભવનોમાં 100 જેટલા વૃક્ષનું વાવેતર કર્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન ખુદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીએ હાથમાં પાવડો પકડીને ખાડો ખોદ્યો હતો અને વૃક્ષ વાવી પાણી પીવડાવ્યું હતું, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હાલ જે સ્થિતિ છે તેમાં પણ વર્તમાન કુલપતિએ ઘણું ઊંડું ઉતરીને કામ કરવાની જરૂર છે કારણ કે તાજેતરમાં જ નેકમાં યુનિવર્સિટીને ‘બી’ ગ્રેડ મળ્યો જે અગાઉ ‘એ’ ગ્રેડ હતો અને તે સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજ્યની એકમાત્ર ‘એ’ ગ્રેડ યુનિવર્સિટી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.