શેરબજારમાં રોકાણની સાથે વળતરની લાલચ આપી અઢી કરોડની છેતરપિંડી - At This Time

શેરબજારમાં રોકાણની સાથે વળતરની લાલચ આપી અઢી કરોડની છેતરપિંડી


કંપનીમાં નોકરી કરતા યુવાને તેના માલિક સામે નોંધાવી ફરિયાદ

દોઢસો ફૂટ રિંગ રોડ, માધવપાર્કમાં રહેતા દિવ્યેશ મીઠાલાલ ત્રાડા નામના યુવાને ટ્રીગોન ટેક્નોલોજી એલએલપી કંપનીના માલિક દિવ્યેશ દામજીભાઇ સાંગાણી સામે રૂ.અઢી કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.યુવાનની ફરિયાદ મુજબ, શેરબજારનું ટ્રેડિંગ તેમજ સોફ્ટવેર ડેવલપમેન્ટને લગતું કામકાજ કરતી ટ્રીગોન ટેક્નોલોજી કંપનીમાં તે ચાર વર્ષથી સોફ્ટવેર ડેવલપમેન્ટનું કામ કરે છે. કંપનીની ઓફિસ શિવાલિક-8માં આવેલી છે.

નોકરી દરમિયાન માલિક દિવ્યેશભાઇએ તમારું કે તમારા મિત્રને કંપનીમાં રોકાણ કરવું હોય તો કહેજો, તેમને દર મહિને 3 ટકા પ્રોફિટ શેરિંગનો હિસ્સો આપીશું અને તમને ધંધામાં ભાગ આપવાની વાત કરી હતી. જેથી પ્રથમ પોતેજ બે લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. બાદમાં પોતાના કુલ 8.50 લાખ અને મારા સંબંધીઓ તેમજ મિત્ર વર્તુળોના મળી કુલ રૂ.2.50 કરોડનું રોકાણ કર્યું હતું. રોકાણ કર્યાના થોડા સમય સુધી માલિક દિવ્યેશભાઇએ કંપનીના નામના ચેક લખી આપી વળતર આપ્યું હતું. ત્યાર બાદ માલિક દિવ્યેશભાઇએ વળતર ચૂકવવાનું બંધ કરી દીધું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.