પ્રાંતિજના ઓરણ ગામના ઇકો ચાલકને ડમ્પર ચાલકે ટક્કર મારી ભાગી ગયો - At This Time

પ્રાંતિજના ઓરણ ગામના ઇકો ચાલકને ડમ્પર ચાલકે ટક્કર મારી ભાગી ગયો


પ્રાંતિજના ઓરણમાં જૂના પટેલ વાસમાં રહેતા અને ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા સીઘાભાઈ મશાભાઈ ભરવાડ તેમના ઘર વપરાશ માટે ઇકો નંબર GJ.01.KF.8233 ધરાવે છે. જેમાં તે સવારે તેમના કૌટુંબિક ભાઈઓ સાથે માણસા આવ્યા હતા અને સાંજે ચાર વાગે પરત પ્રાંતિજ તરફ જતા હતા. તે વખતે માણસાના લાકરોડાની સીમમાં ડમ્પર નંબર GJ.17.UU.8443 ના ચાલકે ઇકોને ટક્કર મારી હતી. જેમાં અકસ્માત સર્જનાર ડમ્પરનો ચાલક ુ વાહન સ્થળ પર મૂકી ભાગી છુટ્યો હતો. જે બાબતે કારના માલિકે ડમ્પરચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.