ઇડર તાલુકાના કુકડીયા ગામની નજીકથી ર દિવસ અગાઉ લાશ મળી હતી - At This Time

ઇડર તાલુકાના કુકડીયા ગામની નજીકથી ર દિવસ અગાઉ લાશ મળી હતી


ઇડર તાલુકાના કુકડીયા ગામની નજીકથી પસાર થતી નદી કિનારેથી ર દિવસ અગાઉ ગુમ થયેલા યુવકની લાશ મળી હતી. જે સંદર્ભે ઈડર પોલીસે યુવકનું કયા કારણોસર મોત થયું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કુકડીયા ગામના વણકર મનીષકુમાર હરિભાઈ (ઉં.વ.૩૨) પત્ની શિલ્પાબેન અને ૨ દિકરી અને એક દિકરા સાથે રહી ટ્રેકટરના ડ્રાઈવર તરીકે કામ કરી ગુજરાન ચાલવતા હતા.
દરમિયાન શનિવારે સાંજના સુમારે તે યુવાન ગુમ થયાની વિગતો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેને લઈ રવિવારે વણકર લાલાભાઈએ ઈડર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.