આજે સિહોર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ - At This Time

આજે સિહોર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ


આજની સામાન્ય સભામાં વિપક્ષ નેતા કરણસિંહ મોરી દ્વારા પંચાયત નિયમ મુજબ સામાન્ય સભા નું કામ ચલાવવાનું કહેતા આજની સભામાં અધ્યક્ષ/પ્રમુખશ્રી જવાબ આપે તેવી માંગણી કરતા જિલ્લા પ્રમુખ ભરતસિંહ દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યાર બાદ વિપક્ષ નેતા દ્વારા જિલ્લા પંચાયત સભ્ય ને તાલુકા પંચાયત નું સામાન્ય સભામાં શું ભૂમિકા રહેલી છે તેનો જવાબ પણ નો આપી શક્યા ,વિપક્ષ નેતા કરણસિંહ મોરી દ્વારા ભ્રષ્ટ્રાચાર નો આરોપ મૂકતા તાલુકા પંચાયત નું સ્વભંડોળ માઈન્સ હોવા છતાં આડેધડ બેફામ રૂપિયા ઉધરવામાં આવે છે,સામાન્ય સભામાં જિલ્લા પ્રમુખ દ્વારા ખુદ સ્વીકારવામાં આવ્યું કે તમે અમારા પ્રમુખ ને દબાવવા માંગો છો સામે વિપક્ષ નેતા દ્વારા જવાબ આપતા કે લોકશાહી પ્રમાણે જ સભા ચાલશે અને તેનું પાલન કરવું જ પડશે સાશક પક્ષ સત્તા ના જોરે સભા પૂરી કરી ને પૂરી ચર્ચા કરવા માંગતા નહોતા આ તકે વિપક્ષ દ્વારા આડે હાથ લેતા શાશક બેબાકળા બનેલા જિલ્લા પ્રમુખ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આવતી સભામાં પ્રશ્નોતરી નો મુદ્દો નો હોવો જોઈએ આની સામે વિપક્ષ દ્વારા વિરોધ કરતા પ્રશ્નોતરી વગર સભા કેમ થાય તે જોઈ લેવાની ધમકી ઉચ્ચારી હતી
વિપક્ષ નેતા કરણસિંહ મોરી દ્વારા આજ ની સામાન્ય સભામાં શાશક પક્ષ તથા કર્મચારીઓ ને આડે લેતા ચેવાડા ના માણસો ને કોઈ તકલીફ નો પડે તેનું ખાસ ધ્યાન રાખવાની ટકોર કરવામાં આવી હતી રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.