પ્રેમિકા સાથે વાત કરવા મામલે બે પાડોશી વચ્ચે મારામારી

પ્રેમિકા સાથે વાત કરવા મામલે બે પાડોશી વચ્ચે મારામારી


પારેવડી ચોક પાસે મહાત્મા ગાંધી પ્લોટમાં પ્રેમિકા સાથે વાત કરવા મામલે બે પડોશીઓ વચ્ચે ધોકા-પાઈપ અને ઈંટથી મારામારી થતા દંપતિ સહીત ત્રણને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા. બનાવ અંગેની વધુ વિગત અનુસાર, પારેવડી ચોકમાં મહાત્મા ગાંધી પ્લોટ-2માં રહેતા પરેશભાઈ ઈશ્ર્વરભાઈ મકવાણા (ઉ.વ.36) ગત રોજ સાંજના પાંચ વાગ્યે પારેવડી ચોકમાં રાધા નામની યુવતી સાથે ઉભા હતા
ત્યારે તેની પડોશમાં રહેતા અને રાધાના પ્રેમી વિનોદ બોખાણી ધસી ગયો હતો અને મારી પ્રેમીકા સાથે શું વાતો કરે છે કહી ધોકાથી પરેશ પર હુમલો કર્યો હતો. ઝઘડો ઉગ્ર થતાં પરેશને બચાવવા આવેલ તેની પત્ની દિપીકા (ઉ.વ.35) પર પણ વિનોદની પત્નીએ ઈંટથી હુમલો કરતા દંપતિ ઈજાગ્રસ્ત થતાં સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડાયા હતા.
જયારે સામાપક્ષે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર લેવા આવેલ વિનોદ મણીલાલ બોખાણી (ઉ.વ.35) એ હોસ્પીટલના બિછાનેથી જણાવ્યું હતું કે, પડોશી પરેશ તેની પત્ની દિપીકા, મેથુ અને કાળુ નામના શખ્સોએ ઝઘડો કરી ધોકા, ઈંટથી હુમલો કર્યો હતો. બનાવ અંગે બી ડીવીઝન પોલીસને જાણ થતા બી ડીવીઝન પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તના નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »