આનંદ બંગલા ચોકમાં નવલનગરના શખ્સે મફતમાં ચા માંગી હોટેલમાં તોડફોડ કરી

આનંદ બંગલા ચોકમાં નવલનગરના શખ્સે મફતમાં ચા માંગી હોટેલમાં તોડફોડ કરી


ગોંડલ રોડ પર ખોડિયાર નગરમાં રહેતા વિરમભાઈ ભીખાભાઈ ગમારા(ભરવાડ)(ઉ.વ.34) ની આનંદ બંગલા ચોક પાસે આવેલી શક્તિ ટી સ્ટોલ માં ગઈકાલે રાત્રિના સમયે નવલનગરના ઓમ ઉર્ફે મોમલો વરુએ આવી મફતમાં ચા માંગી તોડફોડ કરી અને વિરમભાઈના ભાઈને ફડાકા ઝીંકી દીધા હતા.આ મામલે માલવીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
વિરમભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરિવાર સાથે રહું છું અને આનંદ બંગલા ચોક પાસે કૃષ્ણનગર મેઇન રોડ ઉપર શક્તિ ટી સ્ટોલ ધરાવુ છુ.ગઈકાલે તા.14/02 ના મારી દુકાને હું તથા મારો નાનોભાઇ ગોપાલભાઇ ગમારા હતા ત્યારે સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ ઓમ ઉર્ફે મોમલો વરૂ હોટલે આવીને ઉધારમાં ચા માંગતા મારા ભાઇ ગોપાલે ઉધાર ચા આપવાની ના પાડી હતી.જેથી આ મોમલો વરૂ મારી તથા મારા નાનાભાઇ ગોપાલ સાથે મોટે મોટેથી ગાળો આપવા લાગ્યો હતો.
આ મોમલો વરૂને ગાળો આપવાની ના પાડતા વધુ ઉશ્કેરાઇ જઇને દુકાન બહાર રહેલા ચાના થડા ઉપર પડેલ ચા ની રકાબીઓ,કપ,ચાનો કિટલો,કોલસાની સગડી ત્યાં પડેલ ચીજ વસ્તુઓની તોડફોડ કરતા જેથી હું આ તોડફોડ કરવા માટે તેને અટકાવવા જતા ઓમ વરૂએ મારા નાનાભાઇ ગોપાલને થપ્પડ મારીને ગાળો આપવા લાગ્યો હતો.
બાદમાં આજુબાજુમાં માણસો ભેગા થઇ જતા આ ઓમ ઉર્ફે મોમલો વરૂ ત્યાથી ભાગવા લાગેલ અને જતા જતા અમો ભાઇઓને ધમકી આપતો ગયો કે, ધંધો કરવો હોય તો મને ચા પાણી મફત આપવા પડશે નહીતો તમો બંન્ને ભાઇઓને જાનથી મારી નાખીશ.આ મામલે માલવીયા પોલીસ મથકના એએસઆઈ પી.એન.પરમાર સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »