તલોદના બદામ કંપા નજીક અકસ્માતમાં ત્રણને ઈજા - At This Time

તલોદના બદામ કંપા નજીક અકસ્માતમાં ત્રણને ઈજા


તલોદ હરસોલ રોડ ઉપર આવેલ બદામ કંપા નજીક રવિવારે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ઈજા થઈ છે. હાઈવે ઉપરથી પસાર થતી કારે આગળ જઈ રહેલ બાઈકને અડફેટમાં લઈ જોરદાર ટક્કર મારતા બાઈક ઉપર સવાર ત્રણેય વ્યક્તિઓ ધડાકાભેર રોડ ઉપર પડતાં ત્રણેય બાઈક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. એથી ત્રણેય ઈજાગ્રસ્તોને તલોદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.