રંઘોળા ગામે 24 તારીખે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે 9માં તબક્કાનો સેવાસેતુ યોજાશે - At This Time

રંઘોળા ગામે 24 તારીખે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે 9માં તબક્કાનો સેવાસેતુ યોજાશે


રંઘોળા ગામે 24 તારીખે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે 9માં તબક્કાનો સેવાસેતુ યોજાશે સરકાર દ્વારા રાજયનાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યકતિલક્ષી રજુઆતોના ઉકેલમાં ગતીશિલતા આવે તે માટે તાલુકા કક્ષાએ નવમા તબક્કાનો"સેવા સેતુ"કાર્યક્રમ યોજવા સુચના મળેલ છે જે અન્વયે ઉમરાળા તાલુકામાં રંધોળા ગામે એલ.ડી.પટેલ હાઇસ્કુલ ખાતે તા.૨૪/૧૨/૨૦૨૩નાં રોજ સવારનાં ૯-૦૦ કલાકથી માન.પ્રાંત અધિકારી શિહોરના અધ્યક્ષસ્થાને "સેવા સેતુ" કાર્યક્રમ યોજાનાર છે આ કાર્યક્રમમાં(૧)રંઘોળા (૨)ઠોંડા (૩)હડમતીયા (૪)લાખાવાડ (૫)દેવળીયા (૬)લંગાળા (૭)પરવાળા (૮)ડેડકડી (૯)ઘરવાળા(૧૦)જાળીયા (૧૧)લીમડા (૧૨)ખીજડીયા (૧૩)ઇંગોરાળા (૧૪)ભોજાવદર (૧૫)ઝાંઝમેર (૧૬)ઘોળા (૧૭)સમઢીયાળા (૧૮)હડમતાળા (૧૯)વાંગધ્રા (૨૦)ટીંબી ગામોના લોકો આ કાર્યક્રમમાં આવક,જાતિ નોન ક્રીમીલેઅર,ડોમીસાઇલ વિગેરે જેવા પ્રમાણપત્રો રેશનકાર્ડ આઘારકાર્ડ,પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ,હેલ્થ વેલનેસ કાર્ડ,રાજય સરકારના કૃષી,પશુપાલન સહકાર,ગ્રામ વિકાસ પંચાયત,સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજનાઓ હેઠળના વ્યકતિલક્ષી,લાભો સીનીયર સીટીઝનના પ્રમાણપત્રો વિઘવા સહાય તથા વૃધ્ધ નિરાઘાર સહાય અને જમીનમાં વારસાઇ અરજી થી નવી હક્કનોંધ દાખલ કરવાને લગતી તમામ અરજીઓ વિગેરે બાબતે માંગણી કરી શકશે આ સેવા સેતુ કાર્યક્રમમાં જે લોકો લાભ લેવા ઇચ્છતા હોય કે કોઇ યોજનાકીય લાભ લેવા ઇચ્છતાં હોય તેઓએ તા.૨૪/૧૨/૨૦૨૩નાં રોજ સવારના ૯-૦૦ થી ૧૧-૦૦ કલાક સુધીમાં રંધોળા ગામે એલ.ડી.પટેલ હાઇસ્કુલ ખાતે અરજીઓ રજુ કરવાની રહેશે અને આવી અરજીઓને લગત વિભાગોનાં સબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ પર નિકાલ કરવામાં આવશે તો આ કાર્યક્રમમાં પોતાની માંગણી રજુ કરવા માંગતા લોકોએ તા.૨૪/૧૨/૨૦૨૩નાં રોજ રંધોળા ગામે નિયત સમયે ઉપસ્થિત રહેવા ઉમરાળા મામલતદાર પ્રશાંતકુમાર ભીંડી ની અખબારી યાદી જણાવવામાં આવે છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.