આજે વિશ્વ રંગભૂમિ દિવસ: ભવાઈ કરતી કદાચ આ છેલ્લી પેઢી હશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ypg5shxuok6ygayd/" left="-10"]

આજે વિશ્વ રંગભૂમિ દિવસ: ભવાઈ કરતી કદાચ આ છેલ્લી પેઢી હશે


સરકારી સહાય ના અભાવે કલા અસ્ત થવાના આરે સંગીત નાટક અકાદમી ગાંધીનગર દ્વારા કરાતું ઓરમાયું વર્તન ભવાઈ કલાકરોને યોગ્ય સહાયતા મળતી નથી હોવાથી ભવાઈ અને નાટકો હવે અસ્ત થવાના આરે છે આજે વિશ્વ રંગભૂમિ દિન ઉજવણી કરાઇ રહી છે ત્યારે સાચા અર્થમાં નાટકના કલાકારોને કોઈ ફાયદો નથી થતો સંગીત નાટક અકાદમી ગાંધીનગર દ્વારા કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે ત્યારે ભવાઈ લુપ્ત કેમ થાય છે? અસાઈત ઠાકર દ્વારા લખવામાં આવેલા 360 વેશોમાં માત્ર 10 વેશો ભજવાય છે નાટકોમાં 200 થી વધારે જૂની રંગભૂમિ અને નવી રંગભૂમિના નાટકો હોવા છતાં માત્ર 30 જેટલા નાટકો ભજવાય છે તેનું શું કારણ છે? આ બધા જ પ્રશ્નો ભવાઈ અને નાટક સાથે સંકળાયેલ ક્લાકારોના મનમાં ઘૂમરાઈ રહ્યા છે જેનો ઉત્તર વર્તમાન સીનારીઓમાં મળ્યો નથી. સરકાર તરફથી યોગ્ય સહાયતા મળતી નથી જૂના સમયમાં ચંદ્રના અજવાળામાં ભવાઈ થતી હતી. લોકો જોવા માટે ઉમટી પડતાં સમય સાથે પરિવર્તન આવ્યું અને ચલચિત્રની શરૂઆત થઈ ત્યારે બાદ ટેલિવિઝન સુધી સચવાયેલી ભવાઈ મોબાઈલ આવતા અસ્ત થવા લાગી છે. નાટકોની દુનિયા અસ્ત થવાના કારણમાં કલાકારોની આળસ, ભવાઈ તાલીમનો અભાવ, કલાની કદર નથી, આજના યુવાનો આ વ્યવસાય સ્વીકારવા તૈયાર નથી, સરકાર તરફથી યોગ્ય સહાયતા મળતી નથી.>રમેશ નાયક નાટક દિગ્દર્શક,સલાલ ભવાઈ અને નાટક સાથે સંકળાયેલ કલાકારોના મનમાં ઘૂમરાઈ રહ્યા છે જેનો ઉત્તર વર્તમાન સીનારીઓમાં મળ્યો નથી. પંદર વર્ષ પછી આ કલા લંગડાતી હશે

ભવાઈ પહેલાના સમયમાં ભજવતા આખું ગામ જોવા આવતું હતું કારણ કે તે સમયે માત્ર ભવાઈ એક જ મનોરંજનનું માધ્યમ હતું આજે ટીવી મોબાઈલ આવતા હવે ચાહકો નથી.ભવાઈ કરતી આ છેલ્લી પેઢી હશે પંદર વર્ષ પછી આ કલા લંગડાતી હશે એમ કહેવું ખોટું નથી." > મણીલાલ નાયક,વરવાડા, ભવાઈ કલાકાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]