મેંદરડા એસટી બસ સ્ટેશન પાછળ આવેલ કૃષ્ણનગર સોસાયટી ખાતે યુવક મંડળ દ્વારા ગણેશ ચતુર્થીના ઉત્સવ નો રંગે ચંગે ઉત્સાહભેર પ્રારંભ - At This Time

મેંદરડા એસટી બસ સ્ટેશન પાછળ આવેલ કૃષ્ણનગર સોસાયટી ખાતે યુવક મંડળ દ્વારા ગણેશ ચતુર્થીના ઉત્સવ નો રંગે ચંગે ઉત્સાહભેર પ્રારંભ


મેંદરડા કૃષ્ણનગર સોસાયટી ખાતે યુવક મંડળ દ્વારા ગણેશ ચતુર્થીના ઉત્સવનો રંગે ચંગે ઉત્સાહભેર પ્રારંભ

મેંદરડાના એસટી બસ સ્ટેશન પાછળ આવેલ કૃષ્ણનગર સોસાયટી માં યુવક મંડળ દ્વારા સ્વામિનારાયણ મંદિરના પટ્ટાગણમાં વિધ્નહર્તા ગણપતિ મહારાજ ની દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષ અને ઉલ્લાસ સાથે ગણેશ ચતુર્થી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે

ગણપતિ આયો બાપા રિધ્ધિ સિધ્ધિ લાયો ગણપતિ બાપા મોરિયા સાથે વિવિધ નાદ શેરી ગલીઓમાં ગૂંજી ઉઠ્યા હતા ત્યારે કૃષ્ણનગર સોસાયટીના રહેવાસીઓ દ્વારા ભક્તિભાવ પૂર્વક મૂર્તિનું સામૈયુ કરી ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ગણપતિ દાદા ને આવકારવામાં આવેલ હતા અને શાસ્ત્રી દ્વારા વિધિવત મંત્રોચ્ચાર કરી યજમાનો કિશોર રાખોલીયા મિલન સાંગાણી ચેતન સાંગાણી અજય ચાવડા અશોક દુધાત્રા, નુતન રાખોલીયા હંસા દુધાત્રા તૃપ્તિ સાંગાણી પ્રિયંકા ચાવડા ધારા સાંગાણી સહિતનાઓ દ્વારા વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણેશજી ની પૂજા અર્ચના કરી ગણપતિ મહારાજની ધામધૂમ થી સ્થાપના કરવામાં આવેલ હતી
કૃષ્ણનગર સોસાયટીના યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે દસ દિવસ સુધી ભક્તો વિનાયકની ભક્તિમાં તરબોળ થઈ જશે ત્યારે યુવક મંડળ દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજન થસે જેમાં ભક્તો બહોળી સંખ્યામાં જોડાશે આ દસ દિવસના મહાઉત્સવ દરમ્યાન ગણપતિ મહારાજનું પૂજન અર્ચન કરીને વિધ્નહર્તા દેવનું વિધિ વિધાન પૂર્વક સ્થાપન કરી અને રોજેરોજ સાંસ્કૃતિક,ધૂન,ભજન સત્યનારાયણની કથા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે અને વિઘ્નહર્તા ગણેશજીના આશીર્વાદ મેળવી ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવશે
રીપોંટીગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.