શિહોર પોલીસ સ્ટેશન શીહોર ગુંદાળા વસાહતમા ખુલ્લી જગ્યામા જાહેરમા જુગારની બાજી માંડી બેસેલ કુલ-૦૪ ઇસમોને રોકડ રૂપીયા તથા જુગારના સહિત સાથે કુલ રૂ.૧૦,૪૪૦/- નાં મુદામાલ સાથે ઝડપી લઇ ગણનાપાત્ર કેસ શોધી કાઢતી શીહોર પોલીસ ટીમ. - At This Time

શિહોર પોલીસ સ્ટેશન શીહોર ગુંદાળા વસાહતમા ખુલ્લી જગ્યામા જાહેરમા જુગારની બાજી માંડી બેસેલ કુલ-૦૪ ઇસમોને રોકડ રૂપીયા તથા જુગારના સહિત સાથે કુલ રૂ.૧૦,૪૪૦/- નાં મુદામાલ સાથે ઝડપી લઇ ગણનાપાત્ર કેસ શોધી કાઢતી શીહોર પોલીસ ટીમ.


ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક.શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના મુજબ તેમજ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.રવિન્દ્ર પટેલ સાહેબની રાહબરી નીચે તેમજ ઇન્ચાર્જ ના.પો.અધિ શ્રી પાલીતાણા નાઓની જરૂરી માર્ગદર્શન હેઠળ શિહોર પોલીસ સ્ટેશન ટીમ પો.ઇન્સ શ્રી કે.ડી.ગોહીલ સાહેબની સુચના મુજબ હાલ શ્રાવણ માસ અનુસંધાને શિહોર ટાઉન વિસ્તારમા દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા ના ઉદ્દેશથી પેટ્રોલીંગમા હતા તે દરમીયાન.
શીહોર પોલીસ સ્ટેશનના બાતમીરાહે હકિકત મળેલ કે, શીહોર ગુંદાળા વસાહતમા દેવાભાઇ બચુભાઇ રાઠોડના મકાન સામે જાહેર ખુલ્લી જગ્યામા પૈસા પાના વતી હારજીતનો જુગાર રમે છે તેવી હકીકત આઘારે પંચો સાથે રેઇડ કરતા કુલ ૦૪ ઇસમો ગંજીપત્તાના પાના તથા પૈસા વતી તીન પત્તી નો હારજીતનો જુગાર રમતા કુલ રોકડ રૂ.૧૦,૪૪૦/- ના મુદ્દામાલ સાથે મળી આવેલ છે
પકડાયેલ આરોપીઓ:-
(૧) લાભુભાઇ માવજીભાઇ બાવળીયા જાતે-કોળી ઉ.વ.૪૦ રહે- રામનગર પ્લોટીંગ વિસ્તાર બજરંગદાસ સોસાયટી શિહોર જી.ભાવનગર
(૨) હુસેનભાઇ ઇસ્માઇલભાઇ મકવાણા જાતે-મુસ્લીમ ઉ.વ.૪૦ રહે.મકાતનો ઢાળ મેમણ જમાતખાના પાસે શિહોર જી.ભાવનગર
(૩) સંતોષભાઇ દેવજીભાઇ ડાભી જાતે-કોળી ઉ.વ.૨૩ રહે- રામનગર પ્લોટ વિસ્તાર બજરંગ સોસાયટી શિહોર જી.ભાવનગર
(૪) હરેશભાઇ રમેશભાઇ દવે જાતે.બ્રાહ્મણ ઉ.વ.૪૦ રહે. ગામ નેસડા મેઇન બજાર ચોરા પાસે તા.શિહોર જી.ભાવનગર
ચારેય ઇસમો પાસેથી મળી આવેલ મુદ્દામાલ:-
રોકડ રૂ.૧૦,૪૪૦/-
આ કામગીરીમા શિહોર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ શ્રી કે.ડી.ગોહીલ સાહેબની રાહબરી નીચે શિહોર પોલીસ સ્ટાફના હેડ કોન્સ આઇ.બી.ઝાલા તથા પો.કોન્સ ભયપાલસિંહ સરવૈયા તથા પો.કોન્સ ઇમરાનભાઇ ગોગદા તથા પો.કોન્સ જગદીશભાઇ ડાંગર તથા પો.કો.હિતેન્દ્રસિહ ગોહિલ તથા પો.કોન્સ કિશોરસિહ ડોડીયા તથા પો.કોન્સ કેવલભાઇ ચૌહાણ એ રીતેના જોડાયા હતા રીપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.