રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે મહિલા મોબાઈલ ચોરની કરી ઘરપકડ, અલગ અલગ શહેરોમાં કરેલી ચોરીનો પણ થયો પર્દાફાશ - At This Time

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે મહિલા મોબાઈલ ચોરની કરી ઘરપકડ, અલગ અલગ શહેરોમાં કરેલી ચોરીનો પણ થયો પર્દાફાશ


રાજકોટના રૂડાનગર ટ્રાન્સપોર્ટ વિસ્તારમાં તાજેતરમાં થયેલ મોબાઈલ ચોરીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે એક મહિલા ચોરની ધરપકડ કરી છે. શહેરના રૂડાનગર ટ્રાન્સપોર્ટ વિસ્તારમાં એક ઓફિસમાં ભીખ માંગવા ઇરાદે પ્રવેશ કરી, ઓફિસ માલિકની નજર ચૂકવી મોબાઈલ અને દોઢ લાખથી વધુ રકમની ચોરીને અંજામ આપ્યો હતો. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી આજ રોજ આરોપી મહિલા દિવ્યા ઉર્ફે રાજુ ચૌહાણની ધરપકડ કરી છે, તેણીની પાસેથી અલગ અલગ કંપનીના ચોરાઉ 18 મોબાઈલફોન મળી કુલ 91,600 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ આ મહિલા ભિક્ષાવૃતિનો વેશ ધારણ કરી ગુજરાતના અલગ અલગ શહેરમાં જાય છે જ્યાં દુકાન અને ઓફિસને ટાર્ગેટ બનાવી નજર ચૂકવી ચોરીને અંજામ આપે છે. આ અગાઉ વર્ષ 2021 માં પણ આ મહિલા વડોદરા પોલીસના હાથે આઇપીસી કલમ 380 અને 114 ના ગુનામાં ઝડપાઇ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.