હિંમતનગરના બેરણામાં મહારાજ મૌની બાબાએ આજે જન્મ દિવસની અનોખી ઉજવણી કરી - At This Time

હિંમતનગરના બેરણામાં મહારાજ મૌની બાબાએ આજે જન્મ દિવસની અનોખી ઉજવણી કરી


હિંમતનગરના બેરણામાં મહાકાલી માતાજી મંદિરના મહારાજ મૌની બાબાએ આજે જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી.જેમાં ભક્તોને આશીર્વાદ આપતા મહારાજએ જન્મ દિવસે દીકરીઓના આશીર્વાદ લીધા હતા. મહારાજ ભક્તોને આશીર્વાદ આપતા હોય છે પરંતુ હિંમતનગરના બેરણામાં આવેલ મહાકાલી માતાજીના મંદિરના મહારાજ મૌની બાબાનો બુધવારે જન્મ દિવસ છે.બાબાએ 60 વર્ષ પૂર્ણ કરીને આજે 61 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.ત્યારે તેમના જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી.મૌની બાબા મહારાજે મંદિરમાં ગામની 200 દીકરીઓને કંકુ તિલક કરીને પૂજન અર્ચન કરીને ભેટ આપી હતી ત્યારબાદ દીકરીઓના આશીર્વાદ લીધા હતા.જન્મ દિવસને લઈને સાબરકાંઠાના 100 સંતોને આમંત્રણ આપ્યું હતું.જન્મ દિવસને લઈને ભક્તોએ પણ મહારાજ મૌની બાબાને ભેટ આપી હતી.બીજી તરફ જન્મ દિવસને લઈને સંતો અને દીકરીઓ સહીત ભક્તોને પણ ભોજન કરાવ્યું હતું.{રિપોર્ટર મંજૂર ખણુસિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.