જસદણમાં ધો.૧૨ ના પરિણામમાં કહી ખૂશી કહી ગમ જેવો માહોલ: પાસ થયેલ વિધાર્થીઓને અભિનંદન પાઠવતા અગ્રણીઓ - At This Time

જસદણમાં ધો.૧૨ ના પરિણામમાં કહી ખૂશી કહી ગમ જેવો માહોલ: પાસ થયેલ વિધાર્થીઓને અભિનંદન પાઠવતા અગ્રણીઓ


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ વીંછિયા પંથકમાં આજે ધો.૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર આવતાં વિદ્યાર્થીઓમાં કહી ખૂશી કહી ગમ જેવો માહોલ રચાયો હતો રાજકોટ જીલ્લામાં જસદણ અને વીંછિયા પંથકના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષા વિવિઘ કેન્દ્રોમાં યોજાય હતી જેની વિદ્યાર્થીઓ આતુરતા પૂર્વક પરિણામની રાહ જોઇ રહ્યાં હતાં આજે પરિણામ શિક્ષણ વિભાગની વેબસાઈટ પર મુકવામાં આવતાં કેટલાંક વિધાર્થીઓ પાસ તો કેટલાંક વિધાર્થીઓ થોડાં વિષયમાં નાપાસ થયાં હતાં. દરમિયાન શહેરની આસ્થા સ્કુલના વિદ્યાર્થીઓ અવ્વલ નંબરે આવ્યાં હોવાનું જાણવા મળેલ છે પાસ થયેલ વિધાર્થીઓને જસદણ શહેર નગરપાલિકાના પુર્વ પ્રથમ નાગરિક અને પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયા અને જસદણ જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ રાઠોડ અભિનવ કલાસીસના જયંતભાઈ મોવલીયાએ વિદ્યાર્થીઓના ભવિષ્યની શુભકામના સાથે શુભેચ્છા પાઠવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.