સુરેન્દ્રનગર મેળાનાં મેદાનમાં સ્પોર્ટ્સ સંકુલ બનાવવા કોર્ટની લીલીઝંડી - At This Time

સુરેન્દ્રનગર મેળાનાં મેદાનમાં સ્પોર્ટ્સ સંકુલ બનાવવા કોર્ટની લીલીઝંડી


જોકે હવે પાલિકા ગમે ત્યારે સ્પોર્ટસ સંકુલ બનાવી શકશે.

સુરેન્દ્રનગર વઢવાણ સંયુકત પાલિકાની માલિકીની મેળાના મેદાનની કરોડો રૂપિયાની કિંમતની શહેરની મધ્યમાં જગ્યા આવેલી છે આ જગ્યા ઉપર સ્પોર્ટસ સંકુલ બનાવવાનું કામ પાલિકાએ રૂ.5.63 કરોડના ખર્ચે મંજૂર કરીને તેનુ ખાતમુહૂર્ત પણ કરી દીધી હતુ પરંતુ મેળાના મેદાનમાં વાડા બનાવીને ઘાસનો વેપાર કરતા વેપારીઓ પોતે ભાડુઆત હોવાનું જણાવીને સ્ટે લઇ આવતા સ્પોર્ટસ સંકુલનું કામ અટકી પડ્યું હતું ત્યારે સુરેન્દ્રનગરની કોર્ટ સ્ટે ઉઠાવી લેતા પાલિકા તરફી ચૂકાદો આપ્યો હતો આથી હવે આ જગ્યા ઉપર સ્પોર્ટસ સંકુલ બનાવવા માટે પાલિકાને લીલી ઝંડી મળી ગઇ છે આ સ્પોર્ટસ સંકુલનું તા.22.02.2023 ના રોજ વનપર્યાવરણ મંત્રી મૂળુભાઇ બેરા, સાંસદ મહેન્દ્રભાઇ મુંજપરા અને ધારાસભ્ય જગદીશભાઇ મકવાણાના હસ્તે ખાતમૂહૂર્ત પણ કરાયું હતું ત્યાર બાદ મેદાનમાં ઘાસના વાડા ધરાવતા વેપારીઓએ તેની સામે વચગાળાનો મનાઇ હુકમ કરવા સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી સેશન્સ કોર્ટે સ્ટે મૂકી દીધો હતો જેથી સ્પોર્ટસ સંકુલનું કામ અટકી પડતા રમતવીરોમાં નિરાશા ફેલાઇ હતી ત્યાર બાદ મામલો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પહોચ્યો હતો ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયધિશ પી.એસ.ગઢવીએ સ્ટે માટેની અરજી રદ કરી સ્ટે ઉઠાવી લેતા હવે સ્પોર્ટસ સંકુલ બનવાનો માર્ગ મોકળો બન્યો છે ન્યાયધિશે કોર્ટની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન મેદાનની વીડિયોગ્રાફી કરાવી હતી નગરપાલિકા ભાડૂઆતોને વૈકલ્પિક જગ્યા ફાળવવા તૈયાર હોવાનું પણ કોર્ટે ધ્યાને લીધું હતું હાલ મેળાના મેદાનમાં ઘાસના વાડા હોવાથી રખડતા પશુઓ અને ગંદકી જોવા મળે છે જન્માષ્ટમીના મેળા સિવાય કોઇ ઉપયોગ નહીં થતો હોવાથી મેદાન મોટાભાગે કાદવ કીચડથી ભરેલું હોય છે આથી જો અહીં સ્પોર્ટસ સંકુલ બને તો રમતવીરોને આગળ વધવું સરળ બનશે પાલિકાના વકીલ પ્રકાશભાઇ રાવલે જણાવ્યું કે, કોર્ટે સ્ટે દૂર કર્યો છે જેથી પાલિકાને સ્પોર્ટસ સંકુલનું કામ શરૂ કરવુ હોય તો તરત જ કામ શરૂ કરી શકે છે કોર્ટે કહ્યુ છે કે આ મુદ્દે પાલિકાએ વૈકલ્પિક જગ્યા ફાળવવાનું કહેતા ભાડૂઆત વેપારીઓએ સમાધાન કર્યું હતું ત્યાર બાદ ફરીથી દાવો કરી શકાય નહીં હાઇકોર્ટમાં ઢોર અંગેનું જાહેરનામું મહત્વનું બન્યું હાઇકોર્ટે રખડતા ઢોરના નિયંત્રણ અને જાહેરમાં ઘાસ નાખવા અંગે સરકારને આડે હાથ લીધી હતી આથી સરકારે ઢોર નિયંત્રણ વિધેયક તેમજ માર્ગદર્શિકા બહાર પાડીને દરેક પાલિકાને તેનું પાલન કરવા કહ્યું હતું પાલિકના વકીલે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ માર્ગદર્શિકા, જાહેરનામું રજૂ કર્યા હતા જે પાલિકા તરફી ચુકાદા માટે મહત્વના પુરવાર થયા હતા પાલિકાની નવી બોડીએ આ ગ્રાન્ટમાંથી પુલ રિપેર કરવા ઠરાવ કર્યો હતો સંયુકત પાલિકાની ભાજપની જ બોડીએ મેળાના મેદાનમાં સ્પોર્ટસ સંકુલ બનાવવાનું સર્વાનુમતે મંજૂર કરીને તેના માટે ગ્રાન્ટ ફાળવી ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.