ભાવનગર રેલ્વે વિભાગ દ્વારા "સતર્કતા જાગરૂકતા સપ્તાહ" અને "રાષ્ટ્રીય એકતા દિવસ" નિમિત્તે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/y61p9uqvfw8yc0xc/" left="-10"]

ભાવનગર રેલ્વે વિભાગ દ્વારા “સતર્કતા જાગરૂકતા સપ્તાહ” અને “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું


ભાવનગર રેલ્વે વિભાગ દ્વારા "સતર્કતા જાગરૂકતા સપ્તાહ" અને "રાષ્ટ્રીય એકતા દિવસ" નિમિત્તે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું

ભાવનગર રેલવે ડિવિઝન પર 31મી ઓક્ટોબર, 2022 થી 06મી નવેમ્બર, 2022 દરમિયાન "સતર્કતા જાગરૂકતા સપ્તાહ"નું આયોજન કરવામાં આવ્યું છે. સતર્કતા જાગરૂકતા સપ્તાહ અંતર્ગત રેલવે કર્મચારીઓમાં પ્રમાણિક્તા અને પારદર્શિતાના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે અને ભ્રષ્ટાચાર સામે લડવાની ઇચ્છા અને સંકલ્પને કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 31 ઓક્ટોબર 2022 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને ભાવનગર રેલ્વે મંડલમાં "રાષ્ટ્રીય એકતા દિવસ" તરીકે ઉજવવામાં આવ્યો હતો. ડિવિઝનલ રેલ્વે મેનેજર મનોજ ગોયલ એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર કૃષ્ણ લાલ ભાટિયા અને વરિષ્ઠ મંડલ કાર્મિક અધિકારી અરિમા ભટનાગરની હાજરીમાં રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓને "રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા" જાળવવા અને સાથે મળીને કામ કરવા અને પરસ્પર ભાઈચારો સાચી અખંડિતતા જાળવવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. “રાષ્ટ્રીય એકતા દિવસ" નિમિત્તે ભાવનગર મંડળ દ્વારા “એકતા દોડ"નું આયોજન કરવામાં આવ્યું હતું અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર પર આધારિત આયોજન કરવામાં આવ્યું હતું.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]