રાજકોટમાં ફેક એકાઉન્ટ ધારકે યુવકને દુકાનમાં મોબાઈલ દેખાડી ઓનલાઈન 25 હજાર પડાવી લીધા - At This Time

રાજકોટમાં ફેક એકાઉન્ટ ધારકે યુવકને દુકાનમાં મોબાઈલ દેખાડી ઓનલાઈન 25 હજાર પડાવી લીધા


રાજકોટમાં ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓ સતત વધી રહી છે. ગઈકાલે થોરાળા પોલીસ મથકે ફેસબુકમાં આવેલી જાહેરાતના આધારે સસ્તામાં આઈફોન ખરીદવા જતાં યુવકે રૂપિયા 10 હજાર ગુમાવ્યાનું સામે આવ્યું હતું. ત્યારે આજે પણ આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં જૂની પપૈયા વાડીમાં રહેતાં કૌશિકભાઈ પણ ફેસબુકમાં આવેલી જાહેરાતના આધારે આઈફોન ખરીદવા જતા છેતરપિંડીનો ભોગ બન્યા હતા. ગઠિયાએ ઓનલાઈન રૂપિયા 25 હજાર ટ્રાન્સફર કરાવી ફોન ઓફ કરી નાખતા મામલો તાલુકા પોલીસ મથક સુધી પહોંચ્યો છે. આ અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.