મેફેડ્રોન સાથે પકડાયેલા બંને શખ્સ પાંચ દિવસના રિમાન્ડ પર સોંપાયા - At This Time

મેફેડ્રોન સાથે પકડાયેલા બંને શખ્સ પાંચ દિવસના રિમાન્ડ પર સોંપાયા


મુંબઇથી ડ્રગ લાવ્યા’તા, જામનગર વેચવા જતા ઝડપાઇ ગયા

શહેરના કુવાડવા રોડ જૂના જકાતનાકા પાસેથી બુધવારે ડ્રગના જથ્થા સાથે પકડાયેલા બંને શખ્સને પોલીસે રિમાન્ડ પર લીધા છે. બુધવારે બી ડિવિઝન પોલીસ અને એલસીબી ઝોન-2ની ટીમે બાતમીના આધારે જામનગરના શાહરુખ બસીર જામ અને રાહુલ દીપક ગોસાઇને રૂ.75 હજારની કિંમતના 7.50 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપી લીધા હતા. અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા અને વાહન લે-વેચનો ધંધો કરતા રાહુલ સહિત બંને શખ્સની વિશેષ પૂછપરછ કરવા ગુરુવારે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં અદાલતે બંને આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરી પોલીસ હવાલે કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.