વિસાવદરના વીરપુર ગામના વિદ્યાર્થીઓ એસટી બસના ડ્રાઇવર કંડકટરને કારણે શાળાએ પહોંચે છે મોડા - At This Time

વિસાવદરના વીરપુર ગામના વિદ્યાર્થીઓ એસટી બસના ડ્રાઇવર કંડકટરને કારણે શાળાએ પહોંચે છે મોડા


વિસાવદરના વીરપુર ગામના વિદ્યાર્થીઓ એસટી બસના ડ્રાઇવર કંડકટરને કારણે શાળાએ પહોંચે છે મોડા

એસટી બસનો સ્ટોપ હોવા છતાં વિદ્યાર્થીઓ બસમાં ચડે તો નીચે ઉતારી મૂકે છે

વિસાવદરના વિરપુર ગામેથી ખંભાળિયા (ઓઝત)ગામ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એસટી બસના ડ્રાઇવર કંડકટર બસમાં ચડવા દેતા નથી. જેના કારણે વિદ્યાર્થીઓ સ્કૂલે સમયસર પહોંચી શકતા નથી અને અભ્યાસ બગડી રહ્યો છે. આ અનુસંધાને ખંભાળિયા(ઓઝત)હાઇસ્કુલના લેટરપેડ ઉપર આચાર્યએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.
વિસાવદર તાલુકાના વિરપુર (શેખવા) ગામેથી 25 જેટલા વિદ્યાર્થીઓ ખંભાળિયા ઓજત ખાતે હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે અપડાઉન કરી રહ્યા છે. હાઈ સ્કૂલનો સમય સવારનો હોવાથી વિરપુર ખાતેથી સવારે ઉપલેટા ઉના રૂટ ની એકમાત્ર બસ સ્કૂલના સમયમાં મળે છે પરંતુ આ એસટી બસના ડ્રાઈવર કંડકટર વિદ્યાર્થીઓને બસમાં ચડવા દેતા નથી. તેમજ જો વિદ્યાર્થીઓ બસમાં ચડી ગયા હોય તો ડ્રાઇવર કંડકટર અશોભનીય વર્તન કરીને વિદ્યાર્થીઓને બસમાંથી નીચે ઉતારી દેવામાં આવે છે. એક બાજુ સરકાર વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે અનેક સુવિધા-સભર યોજના અમલમાં મૂકી રહી છે. તેમજ એસ.ટી. વિભાગે સલામત સવારી એસ.ટી. હમારી સૂત્ર આપેલ છે. પરંતુ આ સૂત્રનું તેમના કર્મચારીઓજ અમલવારી નથી કરી રહ્યા. અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડવાનું કામ કરી રહ્યા છે. જ્યારે આ સમયે જ અન્ય એક બસ જુનાગઢ હસ્તગીરી રૂટની આવે છે. પરંતુ તે બસનો ખંભાળિયા (ઓજત) ખાતે સ્ટોપ ન હોવાને કારણે વિદ્યાર્થીઓ આ બસનો લાભ લઈ શકતા નથી.
ખંભાળિયા (ઓજત) હાઈસ્કૂલના આચાર્યએ વિદ્યાર્થીઓ રોજ મોડા આવતાં તેમણે વિદ્યાર્થીઓને મોડા આવવાનું કારણ પૂછતા વિદ્યાર્થીઓએ એસટી બસના ડ્રાઇવર કંડકટર બસમાં ચડવા નથી દેતા તે જણાવેલ જેથી આચાર્યએ શાળાના લેટરપેડ ઉપર જુનાગઢ ડેપો મેનેજર તેમજ ઉચ્ચ કક્ષાએ આ બાબતે લેખિત રજૂઆત કરેલ છે અને આ સમયે જ જુનાગઢ હસ્તગીરી રૂટની જે બસ આવે છે તે બસને ખંભાળિયા (ઓજત) ખાતે સ્ટોપ આપવા જણાવેલ. તેમજ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે તાત્કાલિક ધોરણે આ બસના ડ્રાઇવર કંડકટર સામે કડક કાર્યવાહી કરી યોગ્ય કરવા જણાવેલ છે.

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.