ધંધુકા-લીંબડી ત્રણ રસ્તા પર ૧૮ અબોલ જીવ ભરેલા બે ટ્રક ઝબ્બે - At This Time

ધંધુકા-લીંબડી ત્રણ રસ્તા પર ૧૮ અબોલ જીવ ભરેલા બે ટ્રક ઝબ્બે


ધંધુકા-લીંબડી ત્રણ રસ્તા પર ૧૮ અબોલ જીવ ભરેલા બે ટ્રક ઝબ્બે

ભાવનગર, ગુરૂવાર "ધંધુકા-લીંબડી ત્રણ રસ્તા પર પોલીસ ચેકીંગ દરમિયાન ટૂંકા દોરડાથી બાંધેલ અને કોઈપણ પ્રકારના ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર ૧૮ અબોલ જીવ ભરેલા બે ટ્રક ઝડપાઈ ગયા હતા. જે મામલે ચાર શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી.

ટૂંકા દોરડાથી અને કોઈપણ પ્રકારના ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર પશુઓ લઈ જવાના મામલે ચાર શખ્સની ધરપકડ

આ અંગેની પ્રાપ્ય વિગત અનુસાર ધંધુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી છત્રપાલસિંહ લક્ષ્મણસિંહ ચુડાસમાએ ધંધુકા પોલીસ સ્ટેશનમાં અમરેલીના બહારપરા રોશન હોસ્પિટલની સામે રહેતા રિયાઝ આરીફભાઈ ભાડુલા (ઉ.વ.૨૪), સોહિલ મહમદભાઈ ભાડુલા (ઉ.વ.૨૮), બોટાદ જિલ્લાના ગઢડામાં આઈસા પાર્ક કોઠી વાડી ખાતે રહેતા ઈદ્રીશ હબીબભાઈ કુરેશી (ઉ.વ.૪૨) તથા ગઢડામાં હુડકો સોસાયટી સામા કાંઠે રહેતા વાહિદ ગનીભાઈ તરકવાડિયા (ઉ.વ.૨૮) સહિત ચાર વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ધંધુકા-લીંબડી ત્રણ રસ્તા ખાતે ફરજ દરમિયાન ટ્રક નં. જીજે-૧૪-ઝેડ- ૭૩૦૫ તથા ટ્રક નં. જીજે-૧૪-એક્સ- ૯૮૪૧ એમ બંને ટ્રકમાંથી કુલ ૧૭ ભેંસ અને ૧ પાડો મળી ૧૮ અબોલ જીવ ટૂંકા દોરડાથી બાંધેલા અને કોઈપણ પ્રકારના ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર મળી આવ્યા હતા.

પોલીસે ચારેય શખ્સ વિરૂદ્ધ પશુઓ પ્રત્યેનું ઘાતકીપણુ અટકાવવાના અધિનિયમની તથા મોટર વાહન અધિનિયમ જોગવાઈઓ મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.