*ગારીયાધાર તાલુકાનાં સરપંચો દ્વારા આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરવામાં આવી* - At This Time

*ગારીયાધાર તાલુકાનાં સરપંચો દ્વારા આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરવામાં આવી*


*ગારીયાધાર તાલુકાનાં સરપંચો દ્વારા આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરવામાં આવી*

ગારીયાધાર તાલુકામાં નબળા ચોમાસાને લીધે નિષ્ફળ ગયેલ પાકો માટે કૃષી રાહત પેકેજ જાહેર કરવા તેમજ સૌની યોજના અંતર્ગત લીંક-૨, પેકેજ-૬માં સમાવિષ્ટ ગામોમાં નર્મદાનું પાણી છોડવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે

સૌની યોજના અંતર્ગત લીંક-૨, પેકેજ-૬માં સમાવિષ્ટ ગારીયાધાર તાલુકાના વિવિધ ગામો જેવા કે સુખપર, મોટીવાવડી, સુરનગર, ટીંબા, માનગઢ, યોમલ, જાળિયા, સીતાપુર, ખારડી, શિવેન્દ્રનગર, સાતપડા, ડમરાળા તેમજ આસપાસના ગામોમાં ચાલુ વર્ષનું ચોમાસું ખુબ જ નબળું રહેતા નહિવંત માત્રામાં વરસાદ પડેલ છે, જેને કારણે આ પંથકના ગામડાઓમાં ચોમાસાનો પાક નિષ્ફળ ગયેલ હોય તેમજ પીવાના પાણી, ખેતીમાટે સિંચાઈનું પાણી તેમજ માલઢોર માટે પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ રહી હોય ત્યારે આ વિસ્તારના ગામોનો સર્વે કરાવીને કૃષી રાહત પેકેજ જાહેર કરવા તેમજ ઉપરોક્ત સમસ્યાના નિવારણ માટે તેમજ રવિ પાકો માટે સૌની યોજના અંતર્ગત વિકળીયા પંપ હાઉસથી નર્મદાનું પાણી આ પંથકના ગામોમાં છોડવા આવે તેવી રજુઆત કરવામાં આવી હતી

વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં આજદિન સુધી આ બાબતે નિરાકરણ કે યોગ્ય પ્રત્યુત્તર ન મળેલ હોય

ત્યારે આગામી ૩ દિવસમાં (તા-૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં) જો આ પંથકમાં પાણી છોડવામાં નહી આવે તો ઉપરોક્ત ગામો દ્વારા ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે તા-૦૧/૧૨/૨૦૨૩ થી પાણી છોડવામાં આવે ત્યાં સુધી મામલતદાર કચેરી ગારીયાધાર ખાતે દરરોજ સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી ઉપવાસ પર બેસીને ધરણા પ્રદર્શન કરવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવેલ

આ અંગે સત્વરે યોગ્ય કરવા તાત્કાલિક પગલાં ભરી આ વિસ્તારના ખેડુતો. ખેતમજૂરો તેમજ પશુપાલન કરતાં લોકોની માંગણી તાત્કાલિક પુરી કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી

રીપોટર- વિશાલ બારોટ ગારીયાધાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.