ગરબાડા તેમજ ગાંગરડી મેડિકલ સ્ટોર તેમજ દવાખાનાઓમાં શંકાસ્પદ સીરપને શોધવા પોલીસનું સર્ચ ઓપરેશન. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xvdsvtb4jxtr7iwn/" left="-10"]

ગરબાડા તેમજ ગાંગરડી મેડિકલ સ્ટોર તેમજ દવાખાનાઓમાં શંકાસ્પદ સીરપને શોધવા પોલીસનું સર્ચ ઓપરેશન.


ખેડા જિલ્લામાં ડુપ્લીકેટ સીરપકાંડમાં ચાર લોકોના ભેદી મોતની ઘટનાએ તંત્રને હચ મચાવી નાખતા તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા અને જુદા જુદા જિલ્લાઓમાં તેમજ તાલુકાઓમાં પોલીસ દ્વારા આ શંકાસ્પદ સીરપને શોધવા માટે જુદી જુદી ટીમો બનાવીને મેડિકલો સ્ટોરોમાં તેમજ દવાખાનામાં તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે ત્યારે આજે ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે.એલ પટેલના માર્ગદર્શન હેઠળ ગરબાડા પોલીસ દ્વારા ગરબાડા તેમજ ગાંગરડી માં ગરબાડા પોલીસે મેડિકલ સ્ટોર ઉપર ધામા નાખ્યા હતા અને ગરબાડા તેમજ ગાંગરડી માં આવેલ તમામ મેડિકલ સ્ટોરની તેમજ ક્લીનીક ,દવાખાનાઓમાં ગરબાડા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું અને શંકાસ્પદ સિરપ તેમજ દવાઓની તપાસ હાથ ધરી હતી.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]