અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે તા.૨૦ ફેબ્રુઆરીએ ભરતી મેળો યોજાશે - At This Time

અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે તા.૨૦ ફેબ્રુઆરીએ ભરતી મેળો યોજાશે


અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે તા.૨૦ ફેબ્રુઆરીએ ભરતી મેળો યોજાશે

અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે તા.૨૦ ફેબ્રુઆરીએ ભરતી મેળો યોજાશે

અમરેલી તા.૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ (ગુરુવાર) અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ આદયા એન્જીનિયરીંગ વેરાવળ (શાપર) એકમ માટે ક્વોલિટી ઇન્સપેક્ટર, સી.એન.સી.ઓપરેટર, પ્રોડક્શન પ્લાનર, પ્રોડક્શન શીડ્યુલરની જગ્યા માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ આઇ.ટી.આઇ તમામ ટ્રેડ ઉપરાંત રજત કેર એલ.એલ.પી. ધોરાજી માટે ફાર્માસ્યુટીકલ ઇક્વીપમેન્ટ એન્ડ ઉટીલિટી ઓપરેટરની જગ્યા માટે ૧૮ થી ૩૦ વર્ષની વયમર્યાદા, તેમ જ આઈ.ટી.આઈ તમામ ટ્રેડ ઉપરાંત રજત વિનાઇલ પ્રા.લી. રાયડી ધોરાજી માટે ઓપરેટર, ક્વોલિટી કંટ્રોલની જગ્યા માટે ૧૮ થી ૩૨ વર્ષની વય મર્યાદા તેમજ આઇ.ટી.આઇ તમામ ટ્રેડ,ધોરણ ૧૨ પાસ,બી.એસ.સી શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે તા.૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૪ મંગળવારના રોજ સવારે ૧૧ વાગ્યે અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, સી-બ્લોક, પ્રથમ માળ, બહુમાળી ભવન, રાજમહેલ કમ્પાઉન્ડ,
અમરેલી પિન ૩૬૫૬૦૧ ખાતે ભરતીમેળો યોજાશે. અનુબંધમ પોર્ટલ http://anubandhan.gujarat.gov.in/account/signup પર આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે જોબ સીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઇન કરીને પોર્ટલ પર જોબ ફેરના મેનુમાં ક્લિક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબ ફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, રાજમહેલ કમ્પાઉન્ડ, જિલ્લા સેવા સદન-૨, બહુમાળી ભવન, સી-બ્લોક, પહેલો માળ, કલેકટર કચેરી સામેની બાજુ, રાજમહેલ કંપાઉન્ડ, અમરેલી પિન નં.૩૬૫૬૦૧નો સંપર્ક કરવા અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.