લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત લોકસભા સીટના પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xs0t1oc3fkx4e070/" left="-10"]

લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત લોકસભા સીટના પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં


લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત
લોકસભા સીટના પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં
હિંમતનગરમાં ભાજપ દ્વારા સાબરકાંઠા - અરવલ્લીની સંસદીય બેઠક યોજાઈ
ચૂંટણી અંગે પણ માર્ગદર્શન અપાયું
હિંમતનગર :
આગામી દિવસોમાં બંને જિલ્લામાં બુથમાં તમામ લાભાર્થીઓનો સંપર્ક અભિયાન અંતર્ગત આજરોજ હિંમતનગર ખાતે સાબરકાંઠા - અરવલ્લીની સંસદીય બેઠક યોજાઈ. જેમાં અપેક્ષિત બંને જિલ્લાના હોદ્દેદારોને માર્ગદર્શન આપતા લોકસભા સીટના પ્રભારી દુષ્યંતભાઈ પંડયાએ જણાવેલ કે મંડલ સુધી લાભાર્થીઓનો સંપર્ક કરી પ્લાનિંગ થી કામ કરવું પડશે, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળેલ છે તેમનો સંપર્ક કરી તેમનો અભિપ્રાય લેવો, તેમને સાહિત્ય આપો, તેમની સાથે પારિવારિક ભાવના ઊભી કરવી, તથા બુથમાં જનાર કાર્યકર્તાએ શું કરવું, જે ગામોમાં કાર્યકર્તા જાય ત્યાં નવા મતદારોનો સંપર્ક કરવો, સામાજિક આગેવાનો, સખી મંડળો, ભજન મંડળો, ગામના તમામ લોકોની યાદી બનાવવી વગેરે માર્ગદર્શન આપેલ. દુષ્યંતભાઈ પંડ્યા એ ચૂંટણીલક્ષી પણ માર્ગદર્શન આપેલ. આગોતરા આયોજન અંગે જણાવેલ કે મોદી સાહેબની જાહેર સભા થાય તો તેના માટે ગ્રાઉન્ડ - સ્થળ, કાર્યકર્તા ની જવાબદારી વગેરે પણ માર્ગદર્શન આપેલ. આ પ્રસંગે લોકસભા સીટના સંયોજક જે. ડી. પટેલે જણાવેલ કે જે કાર્યકર્તા લાભાર્થીને મળવા જાય તો સૌ પ્રથમ તેમને સરલ એપ માં જોડવા, તેના માટે શું કરવું, તેની માહિતી આપી જણાવેલ કે જિલ્લા પંચાયત દીઠ કાર્યશાળામાં કોણ જશે, તેમને શું કામગીરી કરવાની છે તેની માહિતી આપી હતી. જે. ડી. પટેલે જણાવેલ કે આપણા ત્યાં કોલ સેન્ટર ઊભું કરવામાં આવેલ છે જે પ્રદેશ અને દિલ્હી હેડ ક્વોટર્સ માંથી પણ કાર્યકર્તા સાથે સીધો સંવાદ કરશે તે વિશે વાત કરી હતી. સરલ એપમાં ફોટા - વિડીયો મુકવા વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કું.કૌશલ્યાકુંવરબા પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, અરવલ્લી પ્રમુખ રાજુભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર, લોકેશભાઈ સોલંકી, જગદીશભાઈ ભાવસાર પણ હાજર રહેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]