છરીની અણીએ લૂંટ: ગાંધીનગરમાં દંતાલી કેનાલ નજીક અદાણી યુનિવર્સીટીનો વિદ્યાર્થી લૂંટાયો, એકસેસ ઉપર આવેલા ત્રણ લૂંટારુ ચેઈન લૂંટી ફરાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xgfphrh9j7zmi6x9/" left="-10"]

છરીની અણીએ લૂંટ: ગાંધીનગરમાં દંતાલી કેનાલ નજીક અદાણી યુનિવર્સીટીનો વિદ્યાર્થી લૂંટાયો, એકસેસ ઉપર આવેલા ત્રણ લૂંટારુ ચેઈન લૂંટી ફરાર


ગાંધીનગરમાં દંતાલી નર્મદા કેનાલ નજીક અદાણી શાંતિગ્રામ યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીને આંતરી એકસેસ ઉપર આવેલા ત્રણ બુકાનીધારી લૂંટારૂઓ છરીની અણીને ગળામાંથી 62 હજારનો સોનાનો દોરો લૂંટીને ફરાર થઈ જતાં અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગર અડાલજ પોલીસ મથકની હદ વિસ્તારની નર્મદા કેનાલ બાજુ ભુતકાળમાં એકલ દોકલ લોકોને લુંટી લેવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. જો કે અત્રેના વિસ્તારમાં લૂંટના ગુનાને અંજામ આપનાર લૂંટારુઓને પોલીસે ઝડપી પાડતા લૂંટનો સિલસિલો અટકી ગયો હતો. ત્યારે ફરીવાર કેનાલ વિસ્તારમાં યુવાનને લૂંટી લેવાયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]