મહીસાગરની લુણાવાડા ARTOકચેરીના અધિકારીઓ-કર્મચારીઓએ વિવિધ પડતર માગણીઓને લઈ વિરોધ નોંધાવ્યો - At This Time

મહીસાગરની લુણાવાડા ARTOકચેરીના અધિકારીઓ-કર્મચારીઓએ વિવિધ પડતર માગણીઓને લઈ વિરોધ નોંધાવ્યો


મહીસાગર જિલ્લાની લુણાવાડા ARTO કચેરી ખાતે તમામ અધિકારીગણ અને કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માગણીઓને લઈ આજે કાળી પટ્ટી ધારણ કરી હતી. કાળીપટ્ટી ધારણ કરી અને તેઓ પોતાની ફરજ નિભાવી હતી. મુખ્ય માગણીઓમાં પ્રોબિશન પ્રમોશન ચેક પોઇન્ટ પર પડતી અગવડતાનું નિવારણ અને બેનામી અરજીઓ પર થતી કાર્યવાહી સહિત અનેકો માગોને લઈ વિરોધ નોંધાવ્યો હતો. તેઓ આજથી એટલે કે 26 ફેબ્રુઆરી 2024થી 4 માર્ચ 2024 સુધી અલગ અલગ કાર્યક્રમ યોજી પોતાની માગણીઓને રજૂ કરવામાં આવશે. ત્યાર બાદ જો તેમની માગ નહિ સ્વીકારાય તો આગામી 11 માર્ચથી અચોક્કસ મુદતની માસ સી.એલ પર ઉતરશે. ગુજરાત મોટર વાહન વિભાગ ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નો બબતે ઘણી બધી રજૂઆતો કરવામાં આવી હતી અને કેટલીક રજૂઆતોના સ્મૃતિપત્ર પણ આપવામાં આવ્યા હતા, પરંતુ આ બાબતે આજદિન સુધી કોઈ ચોક્કસ નિરાકરણ આવ્યું નથી. જેના લીધે ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ અધિકારીઓમાં નારાજગી જોવા મળી છે. તેઓએ કરેલ પત્રોનો વાહન વ્યવહાર કમિશ્નરની કચેરી દ્વારા યેન-કેન પ્રકારે ગોળ-ગોળ જવાબ આપીને પડતર પ્રશ્નોનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.