ગારીયાધાર માર્કેટિંગ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું - At This Time

ગારીયાધાર માર્કેટિંગ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું


ગારીયાધાર માર્કેટિંગ ખાતે રવિ કૃષિ
મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

ગારીયાધાર તાલુકાના ખેડૂતોને રવિ પાકોની આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે
માર્ગદર્શન મળી રહે તે હેતુસર રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાયો હતો

જેમાં ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓ તેમજ રવિ પાકો અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં વિવિધ શાખાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા તેમજ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું

તેમજ લાભાર્થી ખેડૂતોને પૂર્વ મંજૂરીના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મદદનીશ નિમાયક ભાવનગર કૃષિ યુનિયનના વૈજ્ઞાનિક,ગારીયાધારના કર્મચારીગણ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

રીપોટર- વિશાલ બારોટ ગારીયાધાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.