ધંધુકા તાલુકા મામલતદાર કે.બી. સાંગાણી ની ચોટીલા બદલી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/x158jbh7ujo96oyc/" left="-10"]

ધંધુકા તાલુકા મામલતદાર કે.બી. સાંગાણી ની ચોટીલા બદલી.


ધંધુકા તાલુકા મામલતદાર કે.બી. સાંગાણી ની ચોટીલા બદલી.
ધંધુકા વેપારી મહામંડળ અને જનકલ્યાણ ટ્રસ્ટ એ મામલતદાર નું સન્માન કર્યું નાનામાં નાના માણસોના પ્રશંસનીય કામો કરી લોક ચાહના મેળવી હતી નાગરિકોને બદલી માન્ય નથી પણ મને કમને માન્ય રાખી છે.
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના મામલતદાર કે.બી સાંગાણી ની રાજ્ય સરકાર દ્વારા વહીવટી સરળતા ખાતર ચોટીલા તાલુકા મામલતદાર તરીકે બદલી કરતાં તેમનું સન્માન ધંધુકા વેપારી મહામંડળ તથા ધંધુકા જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
મુળે સૌરાષ્ટ્રના વતની અને સરળ સ્વભાવ અને સતત લોક કાર્યમાં નાનામાં નાના માણસ ના પ્રશ્નો ઉપર ધ્યાન આપી નિરાકરણ કરવાની કાર્યપદ્ધતિથી લોક ચાહના મેળવેલ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા મામલતદાર કે.બી સાંગાણી ની બદલી વહીવટી સરળતા ખાતર રાજ્ય સરકાર દ્વારા ચોટીલા મામલતદાર તરીકે કરવામાં આવતા ધંધુકા વેપારી મહામંડળ તથા જનકલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા મામલતદાર કે.બી સાંગાણી નું સન્માન કર્યું હતું ધંધુકા તાલુકા મામલતદાર કે.બી સાંગાણી ધંધુકા મામલતદાર તરીકે ફક્ત છ માસ થયા ત્યાં રાજ્ય સરકારે વહીવટી સરળતા ખાતર તેમની બદલી ચોટીલા કરી દીધી છે મામલતદાર સાંગાણી તેમની કામ કરવાની નાના ગામડેથી આવેલા નાગરિકની રજૂઆત સાંભળી તેના પ્રશ્નો નું સ્થળ ઊપરાંત નિરાકરણ લાવી દેતા હતા ઉપરાંત જાહેર હિત માટે આવેલી રજૂઆત ને પણ ધ્યાને લઇ નાગરિકોને સંતોષકારક જવાબ આપતા હતા જેના કારણે મામલતદાર સાંગાણી થોડા જ મહિનાઓમાં તાલુકામાં લોકપ્રિય બન્યા હતા અને તેમની પ્રસંશનીય કામગીરી અને સૌએ બિરદાવી હતી ટૂંકાગાળામાં મામલતદાર સાંગાણી ની બદલી નાગરિકોને માન્ય નથી પરંતુ રાજ્ય સરકારના આદેશ થતા નાગરિકો એ મને કમને માન્ય રાખી છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]