સાયલા ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદે નળ કનેક્શન બાબતે ઝુંબેશ હાથ ધરી - At This Time

સાયલા ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદે નળ કનેક્શન બાબતે ઝુંબેશ હાથ ધરી


સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા શહેરમાં પીવાના પાણીની સમસ્યા વધતી જોવા મળી છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદે નળ કનેક્શન બાબતે ઝુંબેશ શરૂ કરી છે જશાપર તરફની મુખ્ય પાઇનમાં સાત જેટલા ગેરકાયદે કનેક્શન ઝડપીને તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી સાયલાના જશાપર ડેમના તળીયે રહેલા પાણીના કારણે શહેરમાં પીવાના પાણીની સમસ્યા વધી રહી છે ઉનાળાના કપરા દિવસોમાં પાણી સમસ્યા મહિલાઓને વધુ દઝાડે તેવી દહેશત છે ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ અજયરાજસિંહ ઝાલા અને સભ્યોને ડેમથી જશાપર તરફની મુખ્ય પાઇપ લાઇનમાં ગેરકાયદે નળ કનેક્શન હોવાનું ધ્યાને આવતા કનેકશન કાપી કાર્યવાહી કરવાની ઝુંબેશ શરૂ કરી છે આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા જશાપર તરફની મુખ્ય પાઇનમાં સાત જેટલા ગેરકાયદે કનેક્શન ઝડપી તેને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતા અનેક ગેરકાયદે કનેક્શન ધારકોમાં દોડધામ જોવા મળી છે પાણી ચોરી કરતા શખસો સામે કડક કાર્યવાહી કરાશે અગાઉ પણ ગેરકાયદેસર કનેકશન ઝડપાયા હતા પરંતુ તેની સામે કાર્યવાહી ન કરવામાં આવતા ગેર કાયદેસર પાણી ચોરી કરતા શખ્સોને છુટો દોર મળી રહયો છે ત્યારે પાણી ચોરી કરતા શખ્સો સામે કડક અને પોલીસ કાર્યવાહી કરવામાં આવે તો પાણી ચોરી અટકે અને શહેરને પીવાના પાણીની થોડી ઘણી રાહત મળે તેવું ગ્રામજનોમાં સુર છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.