સુરેન્દ્રનગર લોકસભાના ભાજપના ઉમેદવારએ ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ - At This Time

સુરેન્દ્રનગર લોકસભાના ભાજપના ઉમેદવારએ ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ


દુધરેજ વડવાળા મંદિરે દર્શન સાથે ચૂંટણી પ્રચારનો પ્રારંભ

સુરેન્દ્રનગર શહેરમાં ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે જ્યારે મોરબીથી ઉમેદવાર ચંદુભાઈ સિહોરને ટિકિટ ફાળવવામાં આવી છે ત્યારે તેમને આજે ધર્મસ્થાન દેવસ્થાન દર્શન કરી અને પોતે પોતાના પ્રચારના શ્રી ગણેશ કર્યા છે ત્યારે આજે ચંદુભાઈ સિહોરા લોકસભાના ઉમેદવાર તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ નિલેશભાઈ શેઠ અને મહેન્દ્રભાઈ પટેલ મોહનભાઈ પટેલ જગદીશભાઈ મકવાણા ધારાસભ્ય અને દંડક સહિતના ભાજપના અને સાથી કાર્યકરો સાથે આજે ભાજપની લોકસભાની જ્યારે ટિકિટની ફાળવણી કરવામાં આવી હતી મોરબીના ચંદુભાઈ સિહોરાને ત્યારે ભાજપ માંથી લડવા માટે લોકસભાની ટિકિટ આપવામાં આવી છે ત્યારે આજે તેમને પ્રચારના શ્રી ગણેશ કરવાનો શરૂ કર્યો છે ત્યારે તેમને સૌપ્રથમ તમામ ધર્મસ્થાનના દર્શન કર્યા બાદ પોતે ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કરશે તેવું તેમણે જણાવ્યું છે ત્યારે આજે સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ વડવાળા ધામના દર્શન કરી અને કનીરામ બાપુ મહામંડલેશ્વર 1008 મુકુંદ સ્વામી વડવાળા મંદિરના દર્શન કર્યા હતા સૌ પ્રથમ પોતાની લોકસભાની ચૂંટણી લડવાની અને પ્રચારના શ્રીગણેશ કરવાની શરૂઆત કરી છે જ્યારે સુરેન્દ્રનગર જંક્શન વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરી અને પોતે ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે ત્યારે મૂડી ખાતે માંડવરાયજી મંદિર મુળીસરા મેલડી માતાજીના મંદિર તરણેતર મંદિર ગેબીનાથ મંદિર થાન જોગ આશ્રમ વાસુકી મંદિર થાન ખાતે ધર્મસ્થાને દર્શન કરી અને પોતે લોકસભાની ચૂંટણીના શ્રીગણેશ કરશે જ્યારે ચોટીલા ખાતે સુરજ દેવળની જગ્યામાં સૂર્યનારાયણ મંદિર ચોટીલા ખાતે ચામુંડા માતાજીના મંદિરે કાળાસર મંદિર કોળી સમાજની જગ્યા ખાતે પણ દર્શન કરી અને આજે તમામ ધાર્મિક સ્થળોની મુલાકાત લઇ અને જે તે જગ્યાના મહંતોના આશીર્વાદ સાથે ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે ત્યારે દરેક ધાર્મિક સંસ્થાના મહંતોએ પણ ચંદુભાઈ સિહોરાને આશીર્વાદ પાઠવ્યા છે અને પોતે જંગી લીડથી જીતે તેવી ઈશ્વર ભગવાન પાસે પ્રાર્થના કરી અને આશીર્વાદ પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.