શ્રી શિવમ વિદ્યાલયમાં બાળઆનંદ મેળો-2023 નું આયોજન કરવામાં આવેલ - At This Time

શ્રી શિવમ વિદ્યાલયમાં બાળઆનંદ મેળો-2023 નું આયોજન કરવામાં આવેલ


શ્રી શિવમ વિદ્યાલયમાં બાળઆનંદ મેળો-2023 નું આયોજન કરવામાં આવેલ

આ બાળમેળામાં ઉડીને આંખે વળગે એવી એક વાત હતી, કે જેમાં વિદ્યાર્થીઓનો બાળમેળો નહીં પણ જાણે ઉદ્યોગપતિઓ પોતે જ આ ️બિઝનેસ ફેરમાં આવ્યા હોય તેવું લાગતું હતું,

મોટા મોટા શહેરોમાં અલગ અલગ પ્રકારના બિઝનેસ ફેર થાય છે, તેવા જ કન્સેપ્ટ સાથે *શ્રી શિવમ વિદ્યાલયદ્વારા વિદ્યાર્થીઓ માટે એક ટાઈપનું બિઝનેસ ફેર જ નું આયોજન કર્યું હતું.

જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. ખાણીપીણીના જેવા કે સેન્ડવીચ, ભેળ, પાણીપુરી, પાન મસાલા ની દુકાન, ફ્રૂટ ડીશ, જેમાં વિદ્યાર્થીઓએ પોતે જ રોકાણ કર્યું પોતે જ વેચાણ કર્યું અને પોતે જ નફો કમાણા અને સાથે સાથે વિદ્યાર્થીઓએ ગેમ ઝોન પણ બનાવ્યું હતું જેમાં અલગ અલગ પ્રકારની ગેમ રાખી ટિકિટ લેવી અને ગેમ રમવાનું આયોજન કર્યું હતું. જેમાં પણ વિદ્યાર્થીઓ કેવી રીતે ઓછા રોકાણે નફો કમાવો તે શીખવાનો હેતુ પુરવાર થતો હતો,

પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, આરોગ્ય વિભાગ દ્વારા ટીબી નું માર્ગદર્શન, ઈ શ્રમ કાર્ડ કેન્દ્ર

મોચી કાકા નું દુકાન પણ હતી.

તો આવી રીતે દરેક વિદ્યાર્થીએ પોતાની અંદર છુપાયેલો એક બિઝનેસમેન બહાર લાવી અને આ બાળમેળો એટલે કે બિઝનેસ ફેરમાં ભાગ લઈ અને પોતાના જ રોકાણમાંથી કેવી રીતે નફો કમાવો તેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

એક વિદ્યાર્થી માથી બિઝનેસ મેન બનવાની પ્રેરણા આપતું કાર્ય કરી ને શિવમ વિદ્યાલય દ્વારા ખરેખર શિક્ષણ ની સાથે સાથે અનેરો અને અદભુત પ્રયાસ કર્યો છે તે બદલ તેમને ખૂબ ખૂબ ધન્યવાદ

આ બાળમેળા માં શ્રી શિવમ સ્કૂલ - જસદણ ના સંચાલક્નું માર્ગદર્શન તથા શિક્ષકોની અથાગ મહેનત ખાસ રંગ લાવી હતી. તેઓ સતત બાળકોનો ઉત્સાહ વધારતા હતા.
આ તકે શાળા સંચાલક હિતેશ સર રામાણી દ્વારા દરેક વિદ્યાર્થી તેમજ સમગ્ર શાળા પરિવાર ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

Report by:
Bharat bhadaniya
9904355753


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.