મહીસાગર નલ સે જલ યોજનાની કામગીરીઓમા ભ્રષ્ટાચાર સામે ૨૮ કરોડ રૂપિયાની વસૂલાતનો અહેવાલ તૈયાર.!! - At This Time

મહીસાગર નલ સે જલ યોજનાની કામગીરીઓમા ભ્રષ્ટાચાર સામે ૨૮ કરોડ રૂપિયાની વસૂલાતનો અહેવાલ તૈયાર.!!


મહીસાગર જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી ઘરે-ઘરે પહોંચાડવા માટે સત્તાધારી ભાજપ સરકારની મહત્વાકાંક્ષી યોજના મા નલ સે જલ ની ગુણવત્તાઓ વગરની અધૂરી કામગીરીઓના બહાર આવેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર સંદર્ભમાં ગાંધીનગર કચેરી દ્વારા લુણાવાડા વાસ્મો કચેરીના યુનિટ મેનેજરને સખ્ત કાર્યવાહી કરવાના આપવામાં આવેલા વિસ્તૃત અહેવાલના પગલે મહીસાગર જિલ્લાના અંદાજે ૧૫૦ ગામડાઓ મા નલ સે જલ યોજનાની કરવામાં આવેલી ભ્રષ્ટાચાર યુકત કામગીરીઓ સામે ૨૮ કરોડ રૂપિયાની વસુલાત નો પ્રાથમિક અહેવાલ તૈયાર કરવામાં આવતા નલ સે જલ યોજના ની ભ્રષ્ટાચારી સિન્ડિકેટ ગેગંમાં ભારે ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. મહિસાગર જિલ્લામાં સરકારની ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબોના ઘરો સુધી પીવાનું પાણી પહોંચાડવા માટેની મહત્વાકાંક્ષી નલ સે જલ યોજનાની કામગીરીઓમાં ભર્યો ભાદર્યો ભ્રષ્ટાચાર ગેરરીતીઓ આચરવામાં આવી હોવાના બહાર આવેલા આ મહાકૌભાંડમાં મહીસાગર વાસ્મો
યુનિટના કર્મચારીઓને સસ્પેન્ડ
કરાયા બાદ ૧૧૧ ઇજારદારો
સામે ફરમાવેલા આકરા ફરમાનો
બાદ વધુ એક બહાર આવેલા
ચોકાવનારા પ્રકરણમાં મહીસાગર જિલ્લાના ૨૩ ગામોમાં નલ સે જલ યોજનાની
કામગીરીઓની ગાંધીનગર ટીમો
દ્વારા કરવામાં આવેલ સ્થળ
તપાસો ના અંતે ગાંધીનગર
સ્થિત ગુજરાત પાણી પુરવઠા
અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિકક્ષ ઇજનેર દ્વારા ૨૩ ગામો માં નલ સે જલ યોજનાની કામગીરીઓમાં અંદાજે ૧૦ કરોડ રૂપિયા ઉપરાંત બહાર આવેલ નાણાંકીય નુકસાન ની ગેરરીતીઓ સામે કસુરવારો સામે નાણાકીય વસુલાતની કામગીરીઓ કરવા માટે મહીસાગર વાસ્મો કચેરી ના યુનિટ મેનેજરને આદેશ ફરમાવતા કૌભાંડકારી ઈજારદારો અને સામેલ કર્મચારીઓમાં જબરજસ્ત સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.