બાઈક ધીમી ચલાવવાનું કહેતાં બે શખ્સોએ યુવક પર હુમલો કર્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wj1woljjygra6ulh/" left="-10"]

બાઈક ધીમી ચલાવવાનું કહેતાં બે શખ્સોએ યુવક પર હુમલો કર્યો


બાઈક ધીમી ચલાવવાનું કહેતાં બે શખ્સોએ યુવક પર હુમલો કરી માર માર્યો હતો. મેટોડાના એકતાનગરમાં રહેતાં યુવકને અગાઉ પણ આ બાબતે માથાકૂટ થયેલ જેનો ખાર રાખી બંને શખ્સોએ પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.
પ્રાપ્ત વિગત મુજબ મેટોડા જીઆઈડીસી ગેટ-1 એક્તાનગરમાં રહેતાં સંજય મહેશભાઈ દાફડા (ઉ.વ.24) નામના યુવક પર પપ્પુ અને ગુલીયાએ પાઈપ વડે હૂમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. બાદ યુવકને તુરંત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
સંજયની શેરીમાંથી પપ્પુ સ્પીડમાં ગાડી ચલાવી નીકળેલ ત્યારે સંજયે ગાડી ધીમી ચલાવાનું કહેતાં ઉશ્કેરાઈ જઈને પપ્પુ અને ગુલિયાએ ઝઘડો કરી માર માર્યો હતો. યુવકને અગાઉ પણ પપ્પુ સાથે માથાકૂટ થઈ હતી. બનાવની જાણ મેટોડા જીઆઈડીસી પોલીસને થતાં તુરંત દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]