સુરત: રીંગરોડના કુર્તીના વેપારી સાથે રૂ. 15.19 લાખની ઠગાઇ - At This Time

સુરત: રીંગરોડના કુર્તીના વેપારી સાથે રૂ. 15.19 લાખની ઠગાઇ


સુરત, તા. 07 ઓગસ્ટ 2022 રવિવારસુરતના રીંગરોડના વેપારી પાસેથી રૂ. 15.19 લાખનો કુર્તીનો જથ્થો ખરીદી પેમેન્ટ સમયસર નહીં ચુકવી રાતોરાત દુકાનને તાળા મારી રફુચક્કર થઇ જનાર અમદાવાદના દંપતી અને દલાલ સહિત ત્રણ વિરૂધ્ધ સલાબતપુરા પોલીસમાં ફરીયાદ નોંધાય છે.રીંગરોડની અંબાજી માર્કેટમાં સહજ ફેબ ટેક્સ નામે કુર્તીનો ધંધો કરતા હરીશ મોહનલાલ જૈન (ઉ.વ. 36 રહે. કરૂણા એપાર્ટમેન્ટ, ભટાર ચાર રસ્તા) ને દલાલ નિલેશ રાજેન્દ્ર સુખવાણી (રહે. ગોલ્ડન પોઇન્ટ, રીંગરોડ) સાથે મે 2022 માં મુલાકાત થઇ હતી. નિલેશે અમદાવાદના ક્રિષ્ણા ગોપાલ એસ્ટેટમાં વેપાર કરતા ધર્મેશ રાજેશ વ્યાસ (રહે. પ્રહલાદ રેસીડન્સી, નરોડા, અમદાવાદ) સાથે મુલાકાત કરાવી હતી. નિલેશે પોતે ગુજરાતના જુદા-જુદા શહેર અને રાજય બહાર મોટા પાયે દલાલીનો ધંધો કરે છે અને સમયસર પેમેન્ટ અપાવશે. તેવી લાલચ આપી ધર્મેશ વ્યાસની માહી એન્ટરપ્રાઇઝના નામે 15 દિવસમાં પેમેન્ટના વાયદે રૂ. 15.19 લાખનો કુર્તીનો જથ્થાનો સોદો કરાવ્યો હતો. હરીશે ટ્રાન્સપોર્ટ મારફતે રૂ. 15.19 લાખનો માલ મોકલી આપ્યો હતો. પરંતુ સમયસર પેમેન્ટ નહીં ચુકવતા હરીશે ઉઘરાણી શરૂ કરતા ધર્મેશ પત્ની કોમલના નામનો રૂ. 4 લાખનો ચેક આપ્યો હતો. પરંતુ ચેક રીટર્ન થયો હતો અને રાતોરાત દુકાનને તાળા મારી ધર્મેશ રફુચક્કર થઇ ગયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.