વરીયાવ ગામ-શેરડી રેલવે ફાટક પાસે રેમ્બો છરાના ઘા ઝીંકી ફાયરમેનને લૂંટી લેવાયો - At This Time

વરીયાવ ગામ-શેરડી રેલવે ફાટક પાસે રેમ્બો છરાના ઘા ઝીંકી ફાયરમેનને લૂંટી લેવાયો


સુરત, તા. 07 ઓગસ્ટ 2022 રવિવારવરીયાવ ગામની સીમમાં શેરડી રેલવે ફાટકથી નર્મદા મેઇન કેનાલ રોડ પર રાતના અંધારમાં ચાર લૂંટારૂઓએ ઓલપાડના અટોદરાના ફાયરમેનને આંતરી ચપ્પુના ઘા મારી મોબાઇલ, પર્સ અને બેગ લૂંટીને ફરાર થઇ જતા જહાંગીરપુરા પોલીસ દોડતી થઇ ગઇ છે.સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનો ફાયરમેન સંજય ચૌધરી (ઉ.વ. 26 રહે. લીંબોચ એપાર્ટમેન્ટ, અમરોલી-છાપરાભાઠા રોડ) ગત રાતે પોણા દસ વાગ્યે બાઇક નં. જીજે-26 પી-6983 પર વરીયાવ ગામની સીમમાં શેરડી રેલવે ફાટકથી નર્મદા મેઇન કેનાલ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ત્રણથી ચાર જણાએ રાતના અંધારામાં આંતરી તીક્ષ્ણ હથિયાર બતાવી તારી પાસે જે વસ્તુ હોય તે આપી દે નહીંતર તને પતાવી દઇશું એમ કહ્યું હતું. જો કે સંજયે પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા ચાર પૈકી એકે તીક્ષ્ણ હથિયારનો ઘા પેટના ભાગે ઝીંકી દેતા તેના આંતરડા બહાર આવી ગયા હતા. જેથી સંજય ત્યાં જ ઢળી પડયો હતો અને ચારેય જણા મોબાઇલ ફોન, પર્સ અને ઓફિસના ડોક્યુમેન્ટસ વાળી બેગ લૂંટીને ભાગી ગયા હતા. દરમિયાનમાં ત્યાંથી પસાર થઇ રહેલા રાહદારીની નજર પડતા તેણે સંજયના કહેવાથી તેની સાથે રહેતી ફીયાન્સી ગિરીશાને ફોન કરવા જણાવ્યું હતું. ઉપરાંત 108 એમ્બ્યુલન્સમાં સંજયને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.