જૂનાગઢ પોલીસ દ્વારા અસાડી બીજ ના દિવસે જગન્નાથ જીની રથયાત્રા મા સધન બન્દોબસ્ત ગોઠવવા મા આવ્યો - At This Time

જૂનાગઢ પોલીસ દ્વારા અસાડી બીજ ના દિવસે જગન્નાથ જીની રથયાત્રા મા સધન બન્દોબસ્ત ગોઠવવા મા આવ્યો


તાજેતરમાં જૂનાગઢ શહેરમાં જગન્નાથજી ની રથયાત્રા યોજાનાર હોઈ તેમજ મહાનુભાવ પધારનાર હોઈ, રથયાત્રા શાંતિથી પસાર થાય, તે માટે *જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* ના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિસ્તારમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. જેના અનુસંધાને આજરોજ જૂનાગઢ પોલીસ દ્વારા રૂટ ઉપર વિશાળ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવેલ હતો

જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એ/બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એન.આર.પટેલ, પીએસઆઈ બી.કે.ચાવડા, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.જે ગઢવી, ભવનાથ પોલીસ સ્ટેશન ના પીએસઆઈ એમ.સી ચુડાસમા, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ હરેન્દ્રસિંહ ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, સહિતના આશરે 01 ડીવાયએસપી, 02 પીઆઈ, 05 પીએસઆઈ, 80 પોલીસ, બે પ્લાટૂન એસઆરપી, સહિત 200 પોલીસ માણસો તથા પોલીસ અધિકારીઓનો રથયાત્રા રૂટ ઉપર ફ્લેગ માર્ચયોજવામાં આવેલ છે. ઉપરાંત, જૂનાગઢ શહેરના ઢાલ રોડ, માંડવી ચોક, સુખનાથ ચોક, જેલ રોડ, સહિતના વિસ્તારોમાં પણ વિશાળ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજી, લોકોને નિર્ભયપણે તહેવારો ઉજવણી કરવા સંદેશો આપવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસ દ્વારા તાજેતરમાં યોજાનાર રથયાત્રા અને વીઆઇપી મૂવમેન્ટ બાબતે ખાસ વાહન ચેકીંગ, પેટ્રોલિંગ અને હોટલ ધાબા ચેક કરવા તેમજ નાઈટ રાઉન્ડ સઘન બનાવી, નાઈટ દરમિયાન પણ ગુન્હેગારોને ચેક કરવા ખાસ આયોજનકરવામાં આવેલ છે

આમ, જૂનાગઢ શહેર ખાતે અષાઢી બીજ જગનાથજીની રથયાત્રા અને વીઆઇપી મૂવમેન્ટ અનુસંધાને જૂનાગઢ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી, બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.