ચીની જહાજ 'Yuang Wang 5' નુ શ્રીલંકાના બંદર પર પહોંચવાથી ભારત કેમ છે ચિંતિત? - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/why-is-india-worried-about-chinese-ship-yuang-wang-5-arriving-at-sri-lankan-port/" left="-10"]

ચીની જહાજ ‘Yuang Wang 5’ નુ શ્રીલંકાના બંદર પર પહોંચવાથી ભારત કેમ છે ચિંતિત?


નવી દિલ્હી, તા. 16 ઓગસ્ટ 2022 શનિવારભારત અને અમેરિકાની ચિંતાઓ વચ્ચે ચીનનુ જહાજ શ્રીલંકાના હમ્બનટોટા બંદર પર પહોંચી ગયુ છે. ટ્રેકિંગ જેવી આધુનિક ટેકનોલોજીથી લેસ યુઆંગ વાંગ 5 નામના આ જહાજને લઈને ચર્ચાઓ લાંબા સમય સુધી ચાલી. શ્રીલંકાએ બંદર પર લાવવાની પરવાનગી આપી નેહીં, પરંતુ બાદમાં ચીનને પરવાનગી મળી અને આ હમ્બનટોટા પહોંચી ગયુ. હવે પ્રશ્ન ઉઠે છે કે આ ગતિવિધિઓથી ભારત કેમ ચિંતિત છે. ટ્રેકિંગપહેલુ, યુઆંગ વાંગ 5માં એ પ્રકારના સેન્સર હાજર છે, જે ભારતની બેલેસ્ટિક મિસાઈલોને ટ્રેક કરી શકે છે. ભારત તરફથી મિસાઈલની ટેસ્ટિંગ ઓડિશા કિનારા નજીક અબ્દુલ કલામ દ્વીપ પર કરવામાં આવે છે.અત્યાર સુધીની સફરહવે એક કારણ તેનો સમય હોઈ શકે છે. આ જહાન 22 ઓગસ્ટ સુધી બંદર પર પુરવઠા સાથે જોડાયેલા કામોના કારણે રહેશે. હવે ખાસ વાત એ છેકે 14 જુલાઈએ ચીનથી રવાના થયા બાદ આ કોઈ પણ બંદર પર રોકાશે નહીં અને હમ્બનટોટા પહોંચશે.સમુદ્રમાં ગતિવિધિઓચીનનુ આ જહાજ સમુદ્રમાં સર્વે પણ કરી શકે છે. જેના કારણે તેણે હિંદ મહાસાગરમાં સબમરીન સાથે જોડાયેલા ઓપરેશનમાં મદદ મળે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વર્ષ 2021માં ચીની સરકારનો સર્વે શિપ પણ આ ક્ષેત્રમાં કામ કરી રહ્યો હતો અને તે સુમાત્રાના પશ્ચિમમાં એક ખાસ સંશોધિત પેર્ટનને અંજામ આપી રહ્યા હતા.જૂની છે ચિંતાઓવર્ષ 2014માં પણ ચીનની એક ન્યુક્લિયર પાવર્ડ સબમરીન શ્રીલંકાના એક બંદર પર પહોંચી હતી. ખાસ વાત છે કે તે દરમિયાન આના કારણે ભારત અને શ્રીલંકાના સંબંધોમાં પણ ખટાશ આવી ગઈ હતી. તે દરમિયાન શ્રીલંકાએ કહ્યુ હતુ કે જહાજ પોતાની ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ બંધ કરશે નહીં અને આને સાયન્ટિફિક રિસર્ચની પણ પરવાનગી હશે નહીં. શ્રીલંકાની પોર્ટ ઓથોરિટીએ એ પણ કહ્યુ હતુ કે હમ્બનટોટા બંદરનુ કામ ચીની કંપની જોવે છે. પરંતુ સંચાલન સંબંધી મુદ્દાઓને ઓથોરિટી જ સંભાળે છે. દેશોના સંબંધવિકાસ કાર્ય માટે લેવામાં આવેલી લોન પાછી આપવામાં અસફળ થયા બાદ હમ્બનટોટાને 99 વર્ષ માટે ચીને લીઝ પર આપી દેવાયુ હતુ. હવે ભારતના માટે પણ ચિંતાનો મુદ્દો એ બંદર જ છે. લીઝ પર આપ્યા બાદ આના સૈન્ય ઉપયોગને લઈને પણ ચિંતાઓ વધી. હવે જો અંગત સંબંધોને જોઈએ તો ભારત અને શ્રીલંકાના મુખ્ય લેણદાર ચીનની વચ્ચે સરહદ પર તણાવ છે. મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકાને ભારત સતત મદદ પહોંચાડી રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]