સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો સાથે ધંધુકા વિધાનસભા બેઠક હેઠળના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના પ્રચાર પ્રસાર અર્થે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકો કરી તો બરવાળા શહેર ખાતે રેલી યોજી લોકસંપર્ક કર્યો, મોટી સંખ્યામાં લોકોએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું તો ઉમેદવારે ભવ્ય જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. - At This Time

સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો સાથે ધંધુકા વિધાનસભા બેઠક હેઠળના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના પ્રચાર પ્રસાર અર્થે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકો કરી તો બરવાળા શહેર ખાતે રેલી યોજી લોકસંપર્ક કર્યો, મોટી સંખ્યામાં લોકોએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું તો ઉમેદવારે ભવ્ય જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.


લોકસભા ચૂંટણીનો જંગ હાલ દિવસેને દિવસે જામી રહ્યો છે ત્યારે ધોમ ધખતા તાપ વચ્ચે ઉમેદવારો કરી રહ્યા છે બેઠકો રેલીઓ અને લોકસંપર્ક કરી રહ્યા છે જે અંતર્ગત સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રૂત્વીક મકવાણા સ્થાનિક કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો સાથે ધંધુકા વિધાનસભા વિસ્તારના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના પ્રચાર પ્રસાર અર્થે પહોંચ્યા હતા જ્યાં તાલુકાના અનેક ગામોમાં બેઠકો યોજી હતી તો બરવાળા શહેર ખાતે ડીજે ના તાલે કોંગ્રેસ આવે છે ગુજરાતમાં ની ધૂન સાથે રેલી યોજી લોકસંપર્ક કર્યો હતો તો બરવાળા શહેરમાં ઠેર ઠેર લોકોએ તેઓનું પુષ્પ હાર પહેરાવી સન્માન કર્યું હતું તો ઉમેદવારે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ધોમ ઘખતા તાપ વચ્ચે પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના કાર્યકરો લોકો વચ્ચે જઈ જોમ અને જુસ્સા સાથે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે લોકો કોંગ્રેસ તરફી મતદાન કરી ભવ્ય જીત અપાવશે તેવા માહોલનું નિર્માણ થયું છે તેવો જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.