હર ઘર તિરંગા: સાંસદોએ મોટરસાઈકલ પર તિરંગા યાત્રા કાઢી, સ્મૃતિ ઈરાની સ્કૂટી ચલાવતા જોવા મળ્યા...જુઓ વીડિયો - At This Time

હર ઘર તિરંગા: સાંસદોએ મોટરસાઈકલ પર તિરંગા યાત્રા કાઢી, સ્મૃતિ ઈરાની સ્કૂટી ચલાવતા જોવા મળ્યા…જુઓ વીડિયો


નવી દિલ્હી, તા. 03 ઓગષ્ટ 2022, બુધવારભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે એટલે કેન્દ્ર સરકાર 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમ અને 'હર ઘર તિરંગા' અભિયાન માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. આ અંતર્ગત 3 ઓગષ્ટ એટલે કે આજે સંસદના સભ્યોએ મોટરસાઈકલ પર સવાર થઈને તિરંગા યાત્રા કાઢી હતી. આ યાત્રાને લાલ કિલ્લા પરથી ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ કેન્દ્રીય મંત્રીઓ પ્રહલાદ જોશી અને પીયૂષ ગોયલ સાથે તિરંગા બાઈક રેલીને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સ્કૂટી ચલાવતા જોવા મળ્યા હતા. આ તિરંગા યાત્રાનું આયોજન લાલ કિલ્લાથી લઈને અને વિજય ચોક સુધી કરવામાં આવ્યું હતું. #WATCH | Delhi: Tiranga Bike Rally for MPs being taken out from Red Fort. The rally will end at Vijay Chowk near the Parliament pic.twitter.com/g1yzPMe1WU— ANI (@ANI) August 3, 2022 ભારતીય જનતા પાર્ટીના મંત્રી જોશીએ મંગળવારે કહ્યું હતું કે, આ કાર્યક્રમ ભાજપ દ્વારા નહીં પરંતુ સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો છે. સાથે જ તેમણે તમામ પક્ષોના સાંસદોને આ કાર્યક્રમમાં ભાગ લેવા વિનંતી કરી હતી.સંસદીય દળની બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે યોજાનાર કાર્યક્રમો અંગે ચર્ચા કરી હતી. તેમણે 'હર ઘર તિરંગા' ઝુંબેશ પર ખૂબ ભાર મૂક્યો અને ભાજપના સાંસદોને તેમના સંબંધિત મતવિસ્તારના લોકોને તેમની સાથે જોડવા વિનંતી કરી હતી.તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ડીપી (ડિસ્પ્લે પિક્ચર્સ) બદલ્યા છે. તેમણે પોતાના ડીપીમાં તિરંગાની તસવીર લગાવી છે. આ સાથે તેમણે દેશવાસીઓને પણ પોતાના ડીપીમાં તિરંગો લહેરાવાની અપીલ કરી છે.- હર ઘર તિરંગા અભિયાન શું છે?ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે એટલે કેન્દ્ર સરકાર 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમ ચલાવી રહી છે. આ અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હર ઘર ત્રિરંગો અભિયાન અંતર્ગત 13થી 15 ઓગસ્ટ સુધી સતત 3 દિવસ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. સરકારે 20 કરોડ લોકોના ઘર પર તિરંગો ફરકાવવાનું લક્ષ્ય રાખ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.