જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે આવેલ ખોડીયાર માતાના મંદિરે 25મો પ્રાગટ્ય મહોત્સવ યોજાયો.. - At This Time

જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે આવેલ ખોડીયાર માતાના મંદિરે 25મો પ્રાગટ્ય મહોત્સવ યોજાયો..


જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે આવેલ ખોડીયાર માતાના મંદિરે 25મો પ્રાગટ્ય મહોત્સવ યોજાયો..

વઢેરામાં સ્વયંભૂ પ્રગટ થયેલ ખોડીયાર માતાજીનું મંદિર આવેલું છે

વઢેરા ગામ નજીક આવેલ રામજીભાઈ મિસ્ત્રીની વાડીમાં આજથી 25 વર્ષ પહેલા કૂવો ગાળવામાં આવી રહ્યો હતો તે દરમિયાન ખોડીયાર માતાજીની મૂર્તિ ગાળવામાં દેખાઈ હતી પરંતુ રામજીભાઈ મિસ્ત્રીએ પૂરી મહેનતથી આ મૂર્તિને બહાર કાઢવા માટેના પ્રયત્નો કરેલ પરંતુ મૂર્તિ બહાર આવેલ નહીં ત્યારે તેમના પુત્ર શૈલેષભાઈ દ્વારા આ મૂર્તિને હાથ અડાડતા જ મૂર્તિ આપોઆપ બહાર આવી હતી અને જે જગ્યાએ કુવો ગાળતા હતા તે કામ બંધ કરી અને ત્યાં મંદિર બનાવી ખોડીયાર માતાજીની સ્થાપના કરવામાં આવી હતી અહીં મંદિરની નજીક ફરી કૂવો બનાવેલ છે અને ત્યાં પાણી પણ પુષ્કળ પ્રમાણમાં છે અને અહીં દર વર્ષે ખોડીયાર માતાનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે વર્ષ દરમિયાન અને ભાવીભક્તો પોતાની માનતાઓ તેમજ મનોકામના પૂર્ણ કરવા માટે અહીં ખોડીયાર માતાના મંદિરે દર્શને આવે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.