SVEEP અને TIP અંતર્ગત બાબરા અને ધારી બસ સ્ટેશન ખાતે ફ્લેશ મોબ કાર્યક્રમ યોજાયો પારંપારિક પરિવેશ અને નૃત્ય સાથે અવશ્ય મતદાનનો સંદેશ આપવામાં આવ્યો - At This Time

SVEEP અને TIP અંતર્ગત બાબરા અને ધારી બસ સ્ટેશન ખાતે ફ્લેશ મોબ કાર્યક્રમ યોજાયો પારંપારિક પરિવેશ અને નૃત્ય સાથે અવશ્ય મતદાનનો સંદેશ આપવામાં આવ્યો


લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

SVEEP અને TIP અંતર્ગત બાબરા અને ધારી
બસ સ્ટેશન ખાતે ફ્લેશ મોબ કાર્યક્રમ યોજાયો
પારંપારિક પરિવેશ અને નૃત્ય સાથે અવશ્ય
મતદાનનો સંદેશ આપવામાં આવ્યો

ધારીના મુખ્ય માર્ગ પર “મારો મત મારી તાકાત” - તા.૭ મે, ૨૦૨૪
મંગળવાર સૂત્રનું લખાણ કરી નાગરિકોને મતદાનનું
મહત્વ સમજાવવામાં આવ્યું

અમરેલી તા. ૦૫ મે, ૨૦૨૪ (રવિવાર) લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન થશે. અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવતા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ શરુ છે. સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
નાગરિકોની વધુ પ્રમાણમાં અવરજવર રહે છે તેવા બાબરા અને ધારી બસ સ્ટેશન ખાતે ફ્લેશ મોબ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નાગરિકો, મુસાફરો, વેપારીઓ અને આસપાસના લોકો જોડાયા હતા. પારંપારિક પરિવેશ અને નૃત્ય સાથે અવશ્ય મતદાનનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો.
ધારીમાં મુખ્ય માર્ગ પર “મારો મત મારી તાકાત” - તા.૭ મે, ૨૦૨૪ મંગળવાર સૂત્રનું લખાણ કરી નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.