3 દરોડામાં વિદેશી દારૂની 112 બોટલ સાથે 3 પકડાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wff71kuwmxjuf9ph/" left="-10"]

3 દરોડામાં વિદેશી દારૂની 112 બોટલ સાથે 3 પકડાયા


કોઠારિયા મેઇન રોડ પર આવેલા મહાત્મા ગાંધી સોસાયટી 1-3માં રહેતા ગૌતમ શામજી મકવાણાના મકાનમાં ભક્તિનગર પોલીસે દરોડો પાડી રૂ.30 હજારના કિંમતની વિદેશી દારૂની 60 બોટલ સાથે પકડી પાડ્યો હતો. ભીલવાસ-1માંથી ઇરફાન નજીર ઠાસરિયાને રૂ.61 હજારના કિંમતની વિદેશી દારૂની 28 બોટલ સાથે પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે હુડકો ચોકડી પાસેથી આશાપુરાનગર-15માં રહેતા દીપક સાંગા આલને રૂ.12 હજારના કિંમતની વિદેશી દારૂની 24 બોટલ સાથે પકડી પાડ્યો હતો. પૂછપરછમાં વિદેશી દારૂ રણુજાનગર-9માં રહેતા સંજય ભીખુ સોલંકીએ સપ્લાય કર્યો હોવાની કેફિયત આપી છે. ભક્તિનગર પોલીસે તેને પકડવા તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]